Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલયમાં ચુસ્ત સુરક્ષા
દર વખતે કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવાતી હોય છે ત્યારે હવે ભાજપના કાર્યાલય પર પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાતકરવામાં આવતા જ ભારે ઉત્તેજના ફેલાઈ છે. ટિકિટ કપાતા કેટલાક દાવેદારો નારાજ થયાં છે. અમદાવાદમાંઘણા વોર્ડના ઉમેદવારોની હજી ટિકિટ જાહેર થઈ નથી.

ટિકિટ જાહેર થાય તે પહેલા જ શહેરના ખાનપુર ભાજપકાર્યાલયમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવાઈ છે. દર વખતે કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવાતી હોય છે. ત્યારેહવે ભાજપના કાર્યાલય પર પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે.અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાંઉમેદવારોની ટિકિટની જાહેરાત થાય તે પહેલા જ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલય પર સુરક્ષા ગોઠવી દેવાઈછે. કાર્યાલય પર આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દરેકનું ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. માત્ર પરિચિત લોકોને જકાર્યાલયમાં પ્રવેશ આપવા આદેશ કરાયો છે. તમામ લોકોને આઈડી કાર્ડ જાેઈને જ પ્રવેશ આપવા પોલીસનેસૂચના અપાઈ છે.