Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિની મદદ માટે ADC નું પદ મહત્વપૂર્ણ
રાષ્ટ્રપતિ પાસે પાંચ ADC હોય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ADC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ દેશના કોઈપણ રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા ADC હશે. રાષ્ટ્રપતિ પાસે પાંચ ADC હોય છે, જેમાંથી ત્રણ સેનામાંથી, એક નૌકાદળ અને એક વાયુસેનામાંથી હોય છે. મેડિકલ ફિટનેસ, આઈક્યુ અને અન્ય કઠિન પરીક્ષણો પછી તેજસ્વી અધિકારી યશસ્વી સોલંકીની પસંદગી કરવામાં આવી હતી. તેમણે ૧ મેના રોજ તાલીમ લીધા પછી પોતાની જવાબદારીઓ સંભાળી હતી.
રાષ્ટ્રપતિના ADC ની પસંદગી માટે શારીરિક માપદંડ ખૂબ કડક હોય છે. લાંબુ કદ ૧૭૩ સેમી અને ફિઝિકલ ફિટનેસની જરૂરીયાત રહે છે. સોલંકી બેડમિન્ટન અને વોલીબુલ ખેલાડી રહી છે. આ કારણે, તેમને બિન-કાયમી કમિશન્ડ મહિલા અધિકારી તરીકે નિમણૂકમાં મુક્તિ મળી.
રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહ યોજાયો
મહિલા ADC ની નિમણૂક રાષ્ટ્રપતિની મહિલા સશક્તિકરણ પ્રત્યેની વિચારસરણી પણ દર્શાવે છે. અગાઉ, તેમણે રાષ્ટ્રપતિના અંગત સુરક્ષા અધિકારી અને CRPF કમાન્ડર પૂનમ ગુપ્તાની સેવા અને સમર્પણનું પણ સન્માન કર્યું હતું. PSO આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થયા હતા, આ પહેલી વાર હતું જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહ યોજાયો હતો.
અહેવાલ પ્રમાણે નૌસેનાની ADC ની ટર્મ પૂર્ણ થયા બાદ ત્રણ મહિલા નેવી અધિકારીની પસંદગી કરવામાં આવી હતી. આ અધિકારીને ૧૫ દિવસ સુધી રાષ્ટ્રપતિ ભવનની ટ્રેનિંગની સાથે ટેસ્ટ થયો. પછી રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ લીધું અને યશસ્વી સોલંકીની પસંદગી થઈ.
ત્રણેય સેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિની મદદ માટે એડ-ડી-કેંપ એટલે કે એડીસીનું પદ મહત્વનું હોય છે. યશસ્વી સોલંકીને ૨૦૧૨મા શોર્ટ સર્વિસ કમીશન દ્વારા નૌસેનાની લોજિસ્ટિક શાખામાં નોકરી મળી હતી.
વર્ષ ૨૦૨૩ ની શરૂઆતમાં, સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને મિઝોરમના મુખ્યમંત્રીના છડ્ઢઝ્ર બનાવવામાં આવ્યા હતા. તેઓ રાજ્યપાલના પ્રથમ મહિલા ADC હતા. તે જ સમયે, ૨૦૧૯ માં, લેફ્ટનન્ટ જે લાલજીને આર્મી કમાન્ડરના ADC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ લશ્કરી કમાન્ડરના પ્રથમ મહિલા ADC હતા.