Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૧૨ થી ૧૫ મહિનામાં સફેદ જર્સીમાં ઘણી મુશ્કેલી પડી
આધુનિક ક્રિકેટમાં ક્રિકેટરોની જિંદગી મુશ્કેલ બનાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કપિલ દેવે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્પ્લિટ કોચિંગને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ સમયે ગૌતમ ગંભીર તમામ ફોર્મેટમાં ભારતના હેડ કોચ છે. જોકે, તાજેતરમાં જ ભારતને દક્ષિણ આફ્રિકાના હાથે ઘરેલું ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. જેના પછી ગંભીરને સૌથી મોટા ફોર્મેટમાંથી હટાવવાની માંગણીઓ ઉઠવા લાગી હતી. આ દરમિયાન, ભારતે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ છેલ્લા ૧૨ થી ૧૫ મહિનામાં સફેદ જર્સીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

કપિલે પોતાને રેડ-બોલ અને વ્હાઇટ-બોલ ફોર્મેટમાં અલગ કોચિંગના વિચારથી દૂર રાખ્યા. તેમણે આ જવાબદારી બીસીસીઆઈ પર છોડી કે તેઓ એવો ર્નિણય લે જે ભારતીય ક્રિકેટના પક્ષમાં હોય. તેમણે કહ્યું, ‘મને ખબર નથી. હું તેનો જવાબ આપી શકતો નથી. તમારે ખરેખર તેના વિશે વિચારીને એ નક્કી કરવું પડશે કે શું થવું જોઈએ. જે કંઈ પણ ક્રિકેટ માટે સારું છે, મને લાગે છે કે તેમણે તે જ કરવું જોઈએ.
ભારત માટે રમવું આઈપીએલ રમવા કરતાં વધુ જરૂરી
આ ઉપરાંત, કપિલ દેવે તે ખેલાડીઓ વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો જે દેશ માટે રમવાને બદલે ટી૨૦ લીગને વધારે પસંદ કરે છે. તેમણે માન્યું કે દેશ માટે રમવું હંમેશા આઈપીએલમાં રમવા કરતાં વધારે મહત્વનું છે. જોકે, તેમણે એ કહેવાનો પણ પ્રયાસ કર્યો કે દરેક વ્યક્તિ અને તેમની વિચારસરણી અલગ હોય છે.
તેમણે કહ્યું, ‘દરેકને પૈસા ગમે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ અનુભવે છે કે આ (ટી૨૦ લીગ) ખૂબ મહત્વનું છે. મને હજી પણ લાગે છે કે ભારત માટે રમવું આઈપીએલ રમવા કરતાં વધુ જરૂરી છે. પરંતુ દરેક વ્યક્તિ અલગ હોય છે, તેમની પોતાની વિચારસરણી હોય છે. તેમને શુભેચ્છાઓ.’
૬૬ વર્ષીય દિગ્ગજેએ પણ જણાવ્યું કે ખેલાડીઓ પર નજર હંમેશાથી રાખવામાં આવતી રહી છે અને કંઈ બદલાયું નથી, સંકેત છે કે સોશિયલ મીડિયાએ આધુનિક ક્રિકેટમાં ક્રિકેટરોની જિંદગી મુશ્કેલ બનાવી દીધી છે. તેમણે કહ્યું, ‘ના, હંમેશા આવું જ રહ્યું છે. ત્યારે મુશ્કેલ હતું, હવે પણ મુશ્કેલ છે. ત્યારે સહેલું હતું અને હવે પણ સહેલું છે. તમારું માઇન્ડસેટ વધારે જરૂરી છે.’