Last Updated on by Sampurna Samachar
કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર ઝડપાયા
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાંથી એક ઇકો કારની ચોરી થઈ હતી, જે વાહનની ચોરી કરનાર પંચમહાલ- ગોધરા પંથકના બે તસ્કરોને LCBની ટુકડીએ ઝડપી પાડ્યા છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં એક ઇકો કારની તાજેતરમાં ચોરી થઈ હતી, જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, અને કાલાવડ ગ્રામ્યની પોલીસ ટીમ તેમજ LCBની ટીમ વાહનચોર ટોળકીને શોધી રહી હતી.
ઇકો કાર કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી
દરમ્યાન LCB સ્ટાફે જામનગરના કમાન્ડ કંટ્રોલની ટીમની મદદ મેંળવી લઈ અન્ય ખાનગી હકિકતના આધારે જામનગર કાલાવડ હાઇવે રોડ, મોટી માટલીગામના પાટીયા પાસે મોટી ભગેડી ગામે ઇકો કારની ચોરી કરનાર જશવંતભાઈ ગુલાબભાઈ ભીખાભાઈ નાયક (ઉંમર વર્ષ ૨૭) કેજે પંચમહાલ ગોધરાના વતની અને મોટી ભગેડી ગામના જમનભાઈ કોટડીયા પટેલની વાડીમાં રહીને મજૂરી કામ કરે છે.
તેમજ તેની સાથેના સમરૂભાઈ ચીમનભાઈ રજીયાભાઈ નાયકની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ઇકો કાર કબજે કરી લઈ વધુ કાર્યવાહી માટે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી આપેલા છે