Last Updated on by Sampurna Samachar
કોસંબામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ હેમંત ટંડેલને બે મહિલાઓએ જાહેરમાં માર માર્યો
RTI એક્ટિવિસ્ટ કામમાં અડચણરૂપ બનતો હોવાનો આરોપ મૂકી બે મહિલાઓએ તેને જાહેરમાં માર માયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોસંબામાં એક RTI એક્ટિવિસ્ટને બે મહિલાઓએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના હાલ ખળભળાટમચાવી રહી છે. RTI એક્ટિવિસ્ટ કામમાં અડચણરૂપ બનતો હોવાનો આરોપ મૂકી બે મહિલાઓએ તેનેજાહેરમાં માર માર્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા, ત્યારે હાલ આ ઘટનાનો એક વીડિયોસોશિયલ મીડિયામાં વાયરલ થતાં, આ બનાવ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મળતી માહિતી મુજબ, RTI એક્ટિવિસ્ટ સાથે મારામારીનો આ કિસ્સો વલસાડ જિલ્લાના કોસંબામાંથી સામેઆવ્યો છે, જેમાં ભોગ બનનાર RTI એક્ટિવિસ્ટની ઓળખ હેમંત ટંડેલ તરીકે થઈ છે. જ્યારે માર મારનારબંને મહિલાઓ કોસંબાની જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મહિલાઓનો આક્ષેપ છે કે, તેઓ પોતાનીજમીન પર મકાનનું બાંધકામ શરૂ કરી રહ્યા હતા.
એક્ટિવિસ્ટ હેમંત ટંડેલ મકાનના બાંધકામમાં અડચણ ઊભી કરતો હતો
પોતાની જમીન પર મકાન બાંધવા દેવા મહિલાઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આરટીઆઈએક્ટિવિસ્ટ તરફથી પરેશાની યથાવત રહી હતી. જેથી આ મહિલાઓ આર.ટી.આઈ એક્ટિવિસ્ટની ઓફિસેજઈને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન RTI એક્ટિવિસ્ટ હેમંત ટંડેલે મહિલાઓ સાથેદાદાગીરી કરતાં, રોષે ભરાયેલી મહિલાઓએ હેમંત ટંડેલને માર માર્યો હતો.
હાલ આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મારામારી દરમિયાનમહિલાઓએ હેમંત ટંડેલના કપડાં પણ ફાડી નાખ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. જાહેરમાં મારામારીની ઘટના બનતાં, લોકોનું ટોળું જોવા માટે એકઠું થયું હતું. ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી, મામલો થાળે પાડી, બંને પક્ષોને ચેતવણી આપી રવાના કરી દીધા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારેઆર.ટી.આઈ એક્ટિવિસ્ટને માર પડવાની આ ઘટના જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.