દિલ્હી હાઇકોર્ટ જજના ઘરમાં આગ લાગતા નીકળી મોટા પ્રમાણમાં કેશ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઘટના દરમિયાન જજ હાજર નહતા

જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર માટે કેન્દ્ર સરકારને ભલામણ

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્મા અચાનક ચર્ચામાં આવી ગયા છે. દિલ્હી સ્થિત તેમના બંગલામાં આગ લાગ્યા બાદ જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આ આગને ઓલવવા માટે પહોંચી તો ઘરમાંથી ભારે પ્રમાણમાં કેશ મળી આવી હતી. જ્યારે આ ઘટના ઘટી ત્યારે જસ્ટિસ વર્મા દિલ્હીમાં હાજર નહતા. આ સમાચાર મળતા જ સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ હરકતમાં આવ્યું અને તેમને મૂળ સ્થાન અલાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરવાનો ર્નિણય લીધો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની અધ્યક્ષતા કરી રહેલા ભારતના ચીફ જસ્ટિસ (JUSTICE) સંજીવ ખન્નાએ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.

જસ્ટિસ યશવંત વર્મા ઓક્ટોબર ૨૦૨૧ માં દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તે પહેલા તેઓ અલાહાબાદ હાઈકોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પદો પર હતા. તેઓ અલાહાબાદ હાઈકોર્ટમાં ૧૩ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ એડિશનલ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા અને ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે કાર્યરત થયા હતા. ત્યારબાદ તેમને ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાયા હતા.

આ કાળું નાણું હોઈ શકે

જસ્ટિસ વર્માના ઘરમાં આગ લાગ્યા બાદ વિપુલ પ્રમાણમાં કેશ મળી આવી હતી. રિપોર્ટ મુજબ જ્યારે આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા દિલ્હીમાં હાજર નહતા અને તેમના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ ઓલવ્યા બાદ રૂમમાંથી ભારે કેશ મળી હતી. એવી શંકા છે કે આ કાળું નાણું હોઈ શકે છે.

જસ્ટિસ યશવંત વર્માનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ અલાહાબાદમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજથી બીકોમ (ઓનર્સ) કર્યુ અને ત્યારબાદ મધ્ય પ્રદેશના રેવા યુનિવર્સિટીથી એલએલબીની ડિગ્રી મેળવી. તેમણે ૮ ઓગસ્ટ ૧૯૯૨ના રોજ વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

અલાહાબાદ હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ યશવંત વર્માએ શ્રમ અને ઔદ્યોગિક કાનૂન, કોર્પોરેટ કાનૂન, કરાધાન અને સંબધિત ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા મેળવી હતી. તેમણે ૨૦૦૬થી અલાહાબાદ હાઈકોર્ટના વિશેષ વકીલ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમને કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ કરાયા તે પહેલા જસ્ટિસ વર્માએ ૨૦૧૨ થી ઓગસ્ટ ૨૦૧૩ સુધી યુપીના મુખ્ય સ્થાયી વકીલ તરીકે પણ કામ કર્યું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.