Last Updated on by Sampurna Samachar
અનેક ઘરો દટાયા તો 25 થી વધુના મોતની માહિતી
ગયા વર્ષે એન્ગામાં ભસ્ખલનની ઘટના બની હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં મોડી રાત્રે ભૂસ્ખલનની ભયાનક ઘટના બની છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ મુજબ, ઘટનામાં ૩૦ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અનેક ઘરો દટાઈ ગયા છે.

ઓસ્ટ્રેલિયન મીડિયાએ પોલીસને ટાંકીને કહ્યું છે કે, મોડી રાત્રે લગભગ બે વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એન્ગા પ્રાંતના કુકાસ ગામમાં અનેક ઘરો તબાહ થઈ ગયા છે. એન્ગા પ્રાંતના ગવર્નર પીટર ઈપાતાસે કહ્યું કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ ૩૦ લોકોના મોત થયા છે, જેમાંથી ૧૮ મૃતદેહો મળી આવ્યા છે.
અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોતની પુષ્ટિ થઇ
ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.
ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા. પોલીસે અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે મે મહિનામાં પણ એન્ગામાં ભસ્ખલનની ઘટના બની હતી, જેમાં ૬૭૦ ગ્રામજનોએ જીવ ગુમાવ્યો હતો.