Last Updated on by Sampurna Samachar
અજાણ્યા શખ્સોએ અધિકારીઓને પણ માર માર્યો
કોર્ટ અધિકારી સાથે સ્થળ મુલાકાતે ગયેલા માલિક પર હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણામાં જમીન વિવાદ હિંસક બન્યો હોવાની ઘટના સામે આવી છે. બાવલુ ગામમાં જમીન માલિક પર ૧૦ થી વધુ લોકોએ હૂમલો કર્યો હતો. જમીન માલિક કોર્ટ અધિકારી સાથે સ્થળ મુલાકાતે ગયા હતાં. આ દરમિયાન ૧૦ થી વધુ લોકોએ ત્યાં આવીને માથાકૂટ શરૂ કરી હતી. તેમણે જમીન માલિક મનન પટેલ અને કોર્ટના અધિકારીઓ પર હૂમલો કર્યો હતો. પોલીસે હૂમલો કરનાર શખ્સો સામે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના બાવલુ ગામમાં પોતાની જમીનો કબજો લેવા માટે કોર્ટના અધિકારીઓ સાથે પહોંચેલા અમદાવાદના જમીન માલિક મનન પટેલ પર ૧૦ થી વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ હુમલામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે હુમલો કરનારા અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી દીધી છે. મનન પટેલ કાયદા પ્રમાણે કોર્ટના અધિકારીઓ સાથે જમીનનો કબજો લેવા માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેમની ઉપર હુમલો કર્યો હતો.
અજાણ્યા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ
આ દરમિયાન કોર્ટના અધિકારીઓ પણ તેમની સાથે હોવાથી અજાણ્યા શખ્સોએ અધિકારીઓને પણ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લાકડી અને હથિયારો સાથે આવેલા અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે. તેમની સામે હત્યાના પ્રયાસ સહીતની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.