Last Updated on by Sampurna Samachar
ડભોઈની મહિલાઓએ તૈયાર કર્યા દીવડા
મહિલાઓ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કરાય છે આ કામગીરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે બાકી ત્યારે કાશીના ગંગા ઘાટ પર લાખો દિવાઓ પ્રગટાવી દિવાળીના ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં ગુજરાતની મહિલાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે.
કાશીના ગંગા ઘાટ માટે વડોદરાના ડભોઈમાં આવેલ ઉમ્મીદ સેન્ટરની મહિલાઓને દિવાઓ તૈયાર કરી રહી છે કાશીના ગંગા ઘાટ માટે આ મહિલાઓ ત્રણ લાખ જેટલા દિવડાઓ તૈયાર કરવાની છે. ત્યારે મહિલાઓને રોજગારી પણ મળી રહેશે અને ધાર્મિક કાર્યમાં સહભાગી બન્યાનો આત્મસંતોષ પણ મળશે.
દિવ્ય દીપોત્સવ પહેલમાં સમગ્ર સમૂહના પ્રયત્નો
એકતરફ સનાતન સંસ્કૃતિની પાવન ગંગા અને આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન એકસાથે ઝળહળશે. ઉલ્લેખનીય છે કે મહિલાઓ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી આ કામગીરી કરાઈ રહી છે. જે સંપૂર્ણ રીતે કુદરતી વસ્તુમાંથી તૈયાર કરવામાં આવે છે. આથી પર્યાવરણને પણ તેનાથી કોઈ જ હાનિ પહોંચતી નથી.
આ કામગીરીમાં વિવિધ NGO જેમાં સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલોપમેન્ટ, રેવા વીમન્સ વેલ્ફેર ફાઉન્ડેશનઅને નરનારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટે સહયોગ કર્યો છે. આ ઝુંબેશમાં, ડભોઇના સ્લમ વિસ્તારની મહિલાઓએ ૩ લાખ દીવા બનાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે.
આ દીવા માત્ર માટી કે ગૌછાણથી બનેલા નહીં, પણ સંકલ્પ, શક્તિ અને સ્વદેશી ગૌરવના પ્રકાશપથ છે. આવી દિવ્ય દીપોત્સવ પહેલમાં સમગ્ર સમૂહના પ્રયત્નો છે. જે વડાપ્રધાન મોદીના આર્ત્મનિભર ભારત અને સ્વદેશી ઉત્પાદનોનાં વિઝનને સાકાર કરે છે.