Last Updated on by Sampurna Samachar
લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ વિડીયો વાયરલ
આ પાર્ટીમાં ૩૧૦ થી વધુ મહેમાનો હાજર રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડનમાં લલિત મોદી અને વિજય માલ્યાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એકબીજા સાથે ગીતો ગાતા જોવા મળે છે. બંનેએ ફ્રેન્ક સિનાત્રાનું પ્રખ્યાત ગીત ‘AND NOW , THE END IS NEAR ગાયું હતું. આ વીડિયો લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, ત્યારબાદ તે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.
આ પાર્ટીમાં ૩૧૦ થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો અને ક્રિકેટર ક્રિસ ગેલનો પણ સમાવેશ થાય છે. લલિત મોદી, જે IPL માં નાણાકીય ગેરરીતિઓના આરોપો બાદ ૨૦૧૦ માં ભારત છોડીને ભાગી ગયો હતો. તે FEMA અને મની લોન્ડરિંગના કેસમાં ભારતમાં વોન્ટેડ છે.
વિજય માલ્યાની ૧૪,૧૩૧ કરોડ રૂપિયાની મિલકત જપ્ત
વિજય માલ્યા ૨૦૧૬ માં ભારત છોડીને ગયો હતો. તેમની કંપની કિંગફિશર એરલાઇન્સ પડી ભાંગી છે. તેમના પર બેંક છેતરપિંડી અને ૯૦૦ કરોડ રૂપિયાના IDBI લોનનો આરોપ છે. ભારતે બંનેના પ્રત્યાર્પણની માંગ કરી છે, પરંતુ તેઓ હજુ પણ બ્રિટનમાં કાનૂની આશ્રય ભોગવી રહ્યા છે. ભારતમાં તેમને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.
બ્રિટનની હાઈકોર્ટે નાદારીના આદેશ સામે માલ્યાની અપીલ ફગાવી દીધી હતી. મોદીએ કહ્યું હતું કે, તેમની સામેના કેસ રાજકીય રીતે પ્રેરિત છે. વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, મારી ૧૪,૧૩૧ કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે, જે મારા પર બાકી દેવા કરતાં ઘણી વધારે છે. આનો લલિત મોદીનો જવાબ હતો કે, આ પણ પસાર થઈ જશે.