Last Updated on by Sampurna Samachar
આરોપીની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાકા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં હોટલ શરણજીતમાં આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ૨૪ વર્ષીય આરોપી અરશદએ પરિવારના પાંચ સભ્યોને મોતને ઘટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
મૃતકોની ઓળખ આલિયા (૯ વર્ષ), અલશિયા (૧૯ વર્ષ), અક્સા (૧૬ વર્ષ), રહમીન (૧૮ વર્ષ) અને અસ્મા (માતા) તરીકે થઈ હતી. આરોપીઓની ઓળખ આગ્રાના રહેવાસી અરશદ તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પુરાવા એકત્ર કરવા માટે ફિલ્ડ યુનિટને પણ બોલાવવામાં આવી રહ્યું છે. આરોપીની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વિગતવાર તપાસ ચાલી રહી છે.