ડોકટરની હત્યા કે આત્મહત્યા કે કુદરતી મોત અંગે પોલીસે તપાસ શરુ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘોઘા ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગામની મહિલા ડોક્ટર શીતલ પટેલ જ્યાં ભાડે રહેતા હતા ત્યાંથી સખત દુર્ગંધ આવતી હતી. જેથી આસપાસના લોકોએ પોલીસને આ અંગેની ફરિયાદ કરી હતી. પોલીસે ત્યાં આવીને ઘરમાં તપાસ કરી તો મહિલા ડોક્ટરનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો.
જિલ્લાનાં ઘોઘા ગામમાં મહિલા ડોકટર શીતલ પટેલનો નગ્ન અવસ્થામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં તેમના રૂમમાંથી મૃતદેહ મળ્યો છે. ઘોઘાના સોનવાડા વિસ્તારમાં ભાડે રહેતી આ મહિલા ડોકટરના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા નજીકના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ઘોઘા પોલીસ અને ઘોઘા મામલાતદાર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી અને રૂમનો દરવાજાે ખોલવામાં આવ્યો હતો.આ રૂમના બેડ પર મહિલાનો નગ્ન હાલતમાં મૃતદેહ પડ્યો હતો. પોલીસે મૃતદેહનું પંચકામ કરી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ આ મામલામાં આ સંકેત સ્પષ્ટ નથી કે મહિલાની હત્યા કરવામાં આવી છે, તેમણે આત્મહત્યા કરી છે અથવા આ કુદરતી મરણ છે. ઘોઘા પોલીસે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.