સ્નોફ્લો અને વરસાદને કારણે ૧૦૦૦થી વધુ ગાડીઓ ફસાઈ હોવાની માહિતી
DSP ,SDM અને SHO મનાલી પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિસમસ અને નવા વર્ષના સેલિબ્રેશન માટે લોકો પહાડીઓમાં જવાનું પસંદ કરે છે. ત્યારે પ્રવાસીઓ હાલમાં ટ્રાફિક જામમાં ફસાય ગયા છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સોલંગ થી લઈ અટલ ટનલ સુધી એક હજારથી વધુ વાહનો ફસાયા છે.
વર્ષ ૨૦૨૪નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે.નવા વર્ષ અને નાતાલના સેલિબ્રેશનને લઈ લોકો હાલમાં પહાડો પર જવાનો પ્લાન કરી રહ્યા છે પરંતુ હિમાચલ પ્રદેશના મનાલીના જે વીડિયો અને ફોટો સામે આવ્યા છે. તે ખુબ જ ભયાનક છે. મનાલીથી સોલંગ નાલાથી લઈ અટલ ટનલ સુધી ૧૦૦૦થી વધુ ગાડીઓ જામમાં ફસાય છે.
DSP ,SDM અને SHO મનાલી પોલીસ ટીમની સાથે ઘટના સ્થળ પર છે અને આ જામને ખુલવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લામાં ખરાબ હવામાન છે. હાલમાં સ્નોફ્લો અને વરસાદ પણ થઈ રહ્યો છે. સ્થળે સ્થળે બરફના થળ જામી ગયો છે. શિમલા અને મનાલીમાં સ્નોફ્લો થઈ રહી છે.રસ્તા પર સફેદ ચાદર જોવા મળી રહી છે. ત્યારે ગાડીઓ આગળ જઈ રહી નથી. બરફને રસ્તા પરથી દુર કરવામાં આવી રહ્યો છે.
ક્રિસમસ સેલિબ્રેશન અને નવા વર્ષને લઈ પ્રવાસીઓ પહાડો પર જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિમલા-મનાલી પહોંચી રહ્યા છે. મનાલીમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં ગાડીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્નોફ્લોના કારણે સોલંગ નાલાથી લઈ અટલ ટનલ સુધી હજારોથી વધુ ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. સ્નોફ્લોથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, જેનાથી સ્થાનિક પ્રવાસન વ્યવસાયને વેગ મળશે. સ્થાનિક સુશાંત નાગે જણાવ્યું હતું કે સ્નોફ્લોના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને કારણે હોટેલ બુકિંગમાં પણ વધારો થવાની સંભાવના છે.