સિંધુ ભવન રોડ પર આવેલું Komo by Kaffa ખૂબ ફેમસ કાફે છે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

Komo by Kaffa ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી

શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કાફેમાં કર્યો હોબાળો અને ગ્રાહકને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમદાવાદમાં કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, સિંધુભવનમાં કોમો બાય કાફેની બેદરકારી સામે આવી છે જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ચકચાર મચી છે, શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કાફેમાં કર્યો હોબાળો અને ગ્રાહકને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના મોંઘા અને જાણીતા કેફેની સ્વચ્છતા પર ઉઠ્યા સવાલ અને સિંધુભવન રોડના મોંઘાદાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, કોમો બાય કાફામાં પાસ્તા સાથેની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી આવી હતી અને માખી જાેઈને શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કર્યો હોબાળો અને કેફે સ્ટાફે માફી માંગી અને બિલ ન લઈ મામલો શાંત કર્યો હતો પરંતુ આ મામલે ગ્રાહકે અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી, રૂ.૮૫૦ના ઓર્ડરમાં આવી બેદરકારી સામે ઉઠ્યા સવાલ.

Komo by Kaffa અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે, મળતી માહિતી પ્રમાણે ગ્રાહકે પાસ્તાની સાથે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી અને ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી જેને લઈ ગ્રાહકનો પિત્તો ગયો હતો અને તેણે હોબાળો કર્યો હતો, તો સ્ટાફ દોડી આવ્યો હતો અને ગ્રાહકને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ગ્રાહક માન્યો ન હતો અને તેણે ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં, તો કોર્પોરેશને આ મામલે હજી કેફે સામે કોઈ પગલા લીધા નથી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.