Last Updated on by Sampurna Samachar
ગુજરાત ટાઇટન્સનો બી સાઈ સુદર્શન બીજા નંબર પર
IPL ના રનના આધારે તેમની રેન્કિંગ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ની અત્યાર સુધી ૪૭ મેચ રમાઈ ચૂકી છે. વાત કરીએ તો અત્યાર સુધીમાં ૨૩ બેટ્સમેનોએ ૨ કે તેથી વધુ ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલી તો શાનદાર ફોર્મમાં છે. IPL ૨૦૨૫માં અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે.
IPL ૨૦૨૫માં અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં RCB ના વિરાટ કોહલી ટોપ પર છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકારી હતી, જે આ સિઝનમાં તેની છઠ્ઠી ફિફ્ટી છે. કોહલીએ અત્યાર સુધી ૧૦ મેચમાં ૪૪૩ રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં પણ ટોપ પર છે, એટલે કે તે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે.
રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર
ગુજરાત ટાઇટન્સનો બી સાઈ સુદર્શન IPL ૨૦૨૫માં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં ૮ મેચમાં ૫ ફિફ્ટી સહિત ૪૧૭ રન બનાવ્યા છે. તેમજ આ યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સનો મિચેલ માર્શ ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં ૪ ફિફ્ટી ફટકારી છે. માર્શે ૯ મેચ રમી છે અને અત્યાર સુધીમાં ૩૭૮ રન બનાવ્યા છે.
IPL ની આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર છે. તેણે પણ ૯ મેચમાં ૪ ફિફ્ટી ફટકારી છે. તેણે અત્યાર સુધીમાં ૩૫૬ રન બનાવ્યા છે. IPL ૨૦૨૫માં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાના મામલે લખનઉ સુપર જાયન્ટ્સનો નિકોલસ પૂરન પાંચમાં નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં ૧૦ મેચમાં ૪ ફિફ્ટીની સાથે ૪૦૪ રન બનાવ્યા છે.
લખનઉ સુપર જાયન્ટ્સનો જ બેટ્સમેન એડન માર્કરમે અત્યાર સુધીમાં ૧૦ મેચમાં ૪ ફિફ્ટી ફટકારી છે. તેણે IPL ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૩૩૫ રન બનાવ્યા છે.
આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે. જોકે, યાદીમાં ત્રીજા નંબરથી છઠ્ઠા નંબર સુધીના તમામ બેટ્સમેનોએ ૪ અડધી સદી ફટકારી છે. મેચની ઓછી સંખ્યા અને અત્યાર સુધી બનાવેલા તેમના રનના આધારે તેમની રેન્કિંગ કરવામાં આવી છે.