Last Updated on by Sampurna Samachar
આજે વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વદ ત્રીજ , સોમવારનુ રાશિફળ
કેવો રહેશે આજનો દિવસ …
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે . રાશિફળ દ્વારા લોકોના ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
આજનુ રાશિ ભવિષ્ય
મેષ
આપની સમસ્યાનો હલ મળવામાં વિલંબ થતો જણાય, આવક સામે જાવક વધવા ન દેશો.
વૃષભ
મનની મુરાદોને સાકાર કરવા સાનુકૂળ તકો આવતી જોવાશે અને કોઈનો સહકાર લાભદાયી બને.
મિથુન
ચિંતા અને પ્રતિકૂળતા- મુશ્કેલીના સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળે, સ્નેહીથી મિલન-મુલાકાત.
કર્ક
નાણાભીડ જણાય, પ્રવાસ-પર્યટન અંગે હજી અંતરાય જણાય, સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
સિંહ
તણાવ જણાય, તબિયતની કાળજી લેવી, આવકમાં ઘટાડો થઈ શકે, સમય વ્યર્થ બને નહીં તે જોજો.
કન્યા
પ્રયત્નો સફળ બને, ગૃહજીવનના કામ થાય, સ્નેહી સ્વજન મદદરૂપ બને, પ્રવાસ સફળ થાય.
તુલા
માનસિક અજંપો દૂર થાય, શત્રુભય દૂર થાય, તબિયત સુધરે, ખર્ચના પ્રસંગો અટકાવજો.
વૃશ્ચિક
આપની કેટલીક અટકેલી કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળે, ગૃહજીવનના ચકમક ન થાય તે જોજો.
ધન
અંગત મૂંઝવણો વધતી જણાય, આવક વધારવાના પ્રયત્નો વધારવા પડે, ગૃહજીવનમાં ગેરસમજો ટાળજો.
મકર
આપની કામગીરી અંગે ઘણું ટેન્શન અનુભવાય, અવરોધ જણાય, નાણાભીડનો ઉકેલ મળે, ધંધામાં તણાવ.
કુંભ
ગૃહજીવનની સમસ્યા અનુભવાય, નાણાકીય કાર્ય થાય, નવા કામકાજ અંગે કોઈ તક આવતી જણાય.
મીન
ધીરજના ફળ મીઠા સમજવા, અવરોધ દૂર થતાં જણાય, અગત્યની ઓળખાણ ઉપયોગી બને, સફળતા.