Last Updated on by Sampurna Samachar
દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે યોજાઇ હતી મેચ
ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ માં ૧૦ મી એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે જોરદાર મેચ રમાઈ હતી. આ મેચમાં કે.એલ. રાહુલે એકલા હાથે દમદાર બેટિંગ કરીને RCB થી જીત આંચકી લીધી હતી. રાહુલે ૫૩ બોલમાં ૯૩ રનની ઈનિંગ રમીને બોલરોનો પરસેવો છોડાવી દીધો હતો. જોકે મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને લઈને સૌ કોઈ ચર્ચા કરવા લાગ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર વિરાટ કોહલી RCB ની ટીમ દ્વારા વિકેટ ઝડપવામાં આવતા સેલિબ્રેશન કરતો દેખાય છે. જોકે આ દરમિયાન તે જાણે રાહુલને ડિસ્ટ્રેક્ટ કરવા માંગતો હોય એ રીતે એની બાજુમાંથી સેલિબ્રેશન કરતો નીકળે છે. કદાચ આ વાત રાહુલને દિલ પર લાગી ગઇ અને પછી તેણે એકલા હાથે RCB ટીમના ખેલાડીઓની ધોલાઈ કરીને મેચ આંચકી લીધી હતી.
સેલિબ્રેશન કરીને સૌના દિલ જીતી લીધા
એટલું જ નહીં, મેચમાં દમદાર પરફોર્મન્સ બાદ ‘ધીસ ઈઝ માય ટેરિટરી‘ સ્ટાઈલમાં રાહુલે સેલિબ્રેશન કરીને કોહલીને જોરદાર જવાબ આપતો હોય તેવું લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મેચ બેંગ્લુરુમાં રમાઈ હતી અને કે.એલ.રાહુલ માટે બેંગ્લુરુ હોમ ગ્રાઉન્ડ છે. રાહુલની આ મેદાન સાથે ઘણી યાદો જોડાયેલી છે. તેણે મેચ જીતાડ્યા બાદ પિચ પર આગળ વધી બેટ વડે ગોળ કૂંડાળું કર્યું અને પછી પોતે ત્યાંનો બાદશાહ હોય એ રીતે સેલિબ્રેશન કરીને સૌના દિલ જીતી લીધા હતા.