Last Updated on by Sampurna Samachar
રમતગમત ક્ષેત્રને બદલવા માટે મિશન શરૂ કરાશે
વિવિધ સ્પર્ધાઓ અને લીગનું આયોજન થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે “ખેલો ઇન્ડિયા મિશન”નો પ્રસ્તાવ મૂક્યો. આ મિશનનો ઉદ્દેશ્ય આગામી દાયકામાં ભારતીય રમતગમત ક્ષેત્રને સંપૂર્ણપણે બદલી નાખવાનો છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર, કૌશલ્ય અને તકો પૂરી પાડવાનો છે, તેમજ તાલીમ કેન્દ્રો, કોચ વિકાસ, રમતગમત વિજ્ઞાન અને પ્રતિભાને ઉછેરવા અને રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નવી માળખાગત સુવિધાઓ બનાવવાનો છે.

૨૦૨૬-૨૭ માટે કેન્દ્રીય બજેટની જાહેરાત કરતી વખતે નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પોર્ટ્સ અંગે એક મોટી જાહેરાત કરી. તેમના બજેટ ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે ભારત ઉચ્ચ-ગુણવત્તાવાળા અને સસ્તા રમતગમતના સાધનો માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. આ પછી તેમણે એક ખાસ પહેલનો પ્રસ્તાવ મૂક્યો. જેમાં જણાવ્યું હતું કે તેમણે આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રને બદલવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવામાં આવશે.
આ પહેલ મેક ઇન ઇન્ડિયાને પણ મજબૂત બનાવશે
નાણામંત્રી ર્નિમલા સીતારમણે રમતગમત ક્ષેત્રને બદલવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા મિશન ખેલાડીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડશે. તેમાં તાલીમ કેન્દ્રો દ્વારા સમર્થિત સંકલિત પ્રતિભા વિકાસનો સમાવેશ થશે.
વધુમાં કોચ અને સહાયક સ્ટાફને એક સિસ્ટમમાં તૈયાર કરવામાં આવશે. રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજીને એકીકૃત કરવામાં આવશે. રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધાઓ અને રમતોનું આયોજન કરવામાં આવશે. તાલીમ અને સ્પર્ધા માટે રમતગમતનું માળખાગત વિકાસ કરવામાં આવશે.
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન રમતગમતના સામાનના ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો કરવા માટે “સમર્થમ પહેલ” નામની એક નવી પહેલનો પ્રસ્તાવ મૂક્યો. આ પહેલ દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા રમતગમતના સામાનનું ઉત્પાદન સક્ષમ બનાવશે.
નાણાંમંત્રીની આ પહેલ મેક ઇન ઇન્ડિયાને પણ મજબૂત બનાવશે. રમતગમતના સાધનોની આયાત પર ર્નિભરતા ઓછી થશે અને સ્થાનિક કંપનીઓને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવાની તક મળશે. આ બજેટ એ ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે કે આ વર્ષે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પણ યોજાશે.