Last Updated on by Sampurna Samachar
ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર ૧ કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.
મળતી માહિતી અનુસાર, ખેડાના વડાલા નજીકના બ્રિજ પર કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી ૧ કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા છે. આ વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી.