Last Updated on by Sampurna Samachar
ગુજરાતીઓની લાગણી દુભાવવાનો ઉદ્દેશ્ય નહોતો
તેમના ભાષણની ટિપ્પણીઓ ખોટી રીતે રજૂ થઈ છે અને ગુજરાતીઓ પ્રત્યે હંમેશા આદર રાખ્યો છે : ખડગે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના લોકોને અશિક્ષિત કહેતા મોટો વિવાદ ઊભો થયો હતો. આ મામલે ગુજરાતના લોકોમાં ભારે રોષ જવા મળ્યોહતો અને ભાજપે પણ વિવિધ શહેરોમાં ભારે વિરોધ નોંધાવતા રાજકારણ ગરમાયું હતું,

ત્યારે ભારે વિરોધ બાદઆ મામલે મલ્લિકાર્જુન ખડગેએ હાલ માફી માંગી છે અને ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારોહેતુ ક્યારેય નહોતો હોવાનું જણાવ્યું છે.
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી
કેરળમાં ચૂંટણી રેલી મલ્લિકાર્જુન ખડગેએ ભાષણમાં ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે, ત્યાંનાલોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ અને શિક્ષિત છે, એટલે કોઈતેને ભ્રમિત કરી શકશે નહીં.
ખડગેના આ નિવેદન પછી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને વિપક્ષીદળોએ આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી પ્રતિક્રિયા આપી હતી. આ મામલે ગઈકાલે ગુજરાતનાવિવિધ શહેરોમાં ભાજપે મૌન વિરોધ પ્રદર્શન પણ યોજ્યું હતું, જે બાદ ખડગેએ હાલ માફી માંગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતીઓને અભણ કહેવા મુદ્દે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી છે. આ મામલે તેઓએ સોશિયલમીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, તાજેતરમાં કેરળમાં મારા ચૂંટણી ભાષણ દરમિયાન કરવામાંઆવેલી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હુંજવાબદારીની ભાવના સાથે મારો અફસોસ વ્યક્ત કરું છું. મેં હંમેશા ગુજરાતના લોકો માટે ખૂબ જ આદર રાખ્યોછે – અને હંમેશા રાખીશ. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો.