Last Updated on by Sampurna Samachar
જીલિયા ફાર્મ પર થયેલા હુમલામાં મસ્તાની ગેંગનો હિસાબ થશે
પોલીસે હુમલો કરનારા ૧૮ આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. માંડોત્રી ફાર્મ ખાતે હુમલાનું કાવતરુ રચાયુ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણમાં જીલિયા ફાર્મ હાઉસ પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કરીને તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોલીસ ત્યાં પહોંચતા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ઉભી પૂંછડીયે ત્યાંથી ભાગી હતી. પોલીસે કોમ્બિંગ કરીને એક એક આરોપીને પકડ્યા હતાં અને જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ કરીને તેમનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આ કેસમાં વામેયા ગેંગ સામે કાર્યવાહી કરી છે. મસ્તાની ગેંગનો હવે હિસાબ થશે.

પાટણ પોલીસ જીલિયા ફાર્મ પર થયેલા હુમલાના કેસમાં એક્શનમાં આવી ગઈ છે. વામેયા ગેંગના લોકોની ટાંટિયા તોડ સર્વિસ કર્યા બાદ હવે મસ્તાની ગેંગનો હિસાબ કરવાની શરૂઆત કરી છે. જે ફાર્મ પર હુમલો થયો હતો તે ભાવેશ રબારીનું હોવાનું સામે આવ્યું છે. ભાવેશ રબારીના ફાર્મ પર હુમલો થયો હતો.
૧૮ આરોપીઓની જાહેરમાં સરભરા કરી
હવે ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર ફરશે. વહિવટી તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવશે. જીલિયા ફાર્મ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.
પોલીસે હુમલો કરનારા ૧૮ આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. માંડોત્રી ફાર્મ ખાતે હુમલાનું કાવતરુ રચાયુ હતું. બે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફાર્મના માલિક ભાવેશ જીલિયા સામે ૧૦ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. ગુજસીટોક અને આર્મ્સ એક્ટ હેઠળ અગાઉ ફરિયાદો નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કરનારાઓ સામે પણ કેસ થશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.