Last Updated on by Sampurna Samachar
લોકોની સહાય, સરળતા માટે પોલીસ ભવનના દરવાજા ખુલ્લા
મકરબામાં ૮.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું
સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં આવેલા મકરબામાં ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું . મકરબામાં નવનિર્મિત ખાખી ભવન ૮.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના DGP વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા.

અમદાવાદ શહેરના મકરબામાં ૮.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત ખાખી ભવનમાં પોલીસ અધિકારીઓ માટે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મેસ, ઇનડોર ગેમ, જીમ સહિતની સુવિધા પોલીસ સ્ટાફને મળશે. ખાખી ભવનનું લોકાર્પણ કરતા સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકોની સહાય, સરળતા માટે પોલીસ ભવનના દરવાજા ખુલ્લા મુકાયા છે.
હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમ અંગે કરી વાત
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હવે લોકોને સરળતાથી ન્યાય અને પોલીસની મદદ મળી રહી છે. હાલ આપણું રાજ્ય હડપ્પા સંસ્કૃતિથી લઈને સેમીકન્ડકટર સુધી નવી સફર તરફ જઈ રહ્યું છે. ખેડૂત-મોટી કંપનીની જવાબદારી ગ્રામ્ય પોલીસમાં આવે છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજી માધ્યમથી ઝડપથી કામ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ વધુમાં સાયબર ક્રાઈમ અને તેની સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની યુનિક પાંખ છે. પાંખ ગાંધીનગર આવી લોકો માટે કંઇક લઇ જાય છે. સાયબર ક્રાઈમની સમસ્યા સમગ્ર વિશ્વમાં સૌથી મોટી છે.
રાજ્યમાં ૫ દિવસમાં ૩૦૦૦થી વધુ લોકો પર ચિટિંગનો કારસો રચ્યો છે. સમયસર કોલ કરવાથી ક્રિમિનલને સફળતા મળી નથી. સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં પોલીસને જનતાની ભાગીદારીની પણ જરૂર છે. લોકો સમયસર ફરિયાદ કરતા થશે તો આવા ગુનાઓ ડામી શકાશે.