Last Updated on by Sampurna Samachar
આ ઈનિંગમાં સૌથી વધુ દાનિશ અને કરૂણ નાયરે નોંધાવ્યા રન
નાગપુરમાં મેચનુ આયોજન થયુ હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રણજી ટ્રોફીની ફાઈનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી વિદર્ભે ત્રીજી વખત ટ્રોફી જીતી છે. કેરળ અને વિદર્ભ વચ્ચે નાગપુરમાં રમાયેલી મેચ ડ્રો થઈ છે, પરંતુ વિદર્ભે પ્રથમ ઈનિંગમાં લીડના આધારે કેરળને હરાવ્યું છે. વિદર્ભે પ્રથમ ઈનિંગમાં ૩૭૯ રન અને બીજી ઈનિંગમાં નવ વિકેટે ૩૭૫ રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં કેરળે ૩૪૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આમ વિદર્ભે ત્રીજી વખત ટ્રોફી જીતી છે. આ પહેલા વિદર્ભે ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં ટ્રોફી જીતી હતી.
વિદર્ભની ટીમ પ્રથમ ઈનિંગમાં ૩૭૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં સૌથી વધુ દાનિશ માલેવારે ૧૫૩ રન, કરૂણ નાયરે ૮૬ રન નોંધાવ્યા હતા. કેરળની ટીમે કેપ્ટન સચિન બેબીના ૯૮ રન અને આદિત્ય સરવાટેના ૭૯ રનની મદદથી પ્રથમ ઈનિંગમાં ૩૪૨ રન નોંધાવ્યા હતા.
વિદર્ભે બીજા દાવમાં ૯ વિકેટે ૩૭૫ રન નોંધાવ્યા
ત્યારબાદ વિદર્ભે બીજા દાવમાં ૯ વિકેટે ૩૭૫ રન નોંધાવ્યા હતા, જેમાં કરૂણ નાયરે ૧૩૫ રન, દાનિશ માલેવારે ૭૩ રન અને દાર્શન નાલકંડેએ નવમાં ક્રમાંકે આવી અણનમ ૫૧ રન નોંધાવ્યા હતા. નાલકંડેએ ફિફ્ટી ફટકારતા જ મેચ સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવી હતી.
કેરળ તરફથી પહેલી ઈનિંગમાં સૌથી વધુ વિકેટ એમ.ડી.નિધેશ અને એડન એપલ ટોમે ૩-૩ વિકેટ જ્યારે નેદુમાંકુઝી બસીલે ૨ અને જલજ સક્સેનાએ ૧ વિકેટ ઝડપી હતી. વિદર્ભ તરફથી દાનિશ માલેવાર, હર્ષ દુબે, પાર્થ રેખાડેએ ૩-૩ વિકેટ અને યશ ઠાકુરે ૧ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં કેરળના બોલરેએ વિદર્ભના ૯ બેટરોને આઉટ કર્યા હતા, જેમાં આદિત્ય સરવટેએ ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે એમ.ડી.નિધેશ, જલજ સક્સેના, એડન ટોમ, એન.બસીલ અને અક્ષય ચંદ્રને ૧-૧ વિકેટ ઝડપી હતી.