Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની ગદ્દારોને ચેતવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.

તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જો કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું છે કે, કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સન્માન અને સુરક્ષા સાથે પરત લાવવામાં આવશે.
આતંકવાદીઓ અને મદદગારોને ક્યારે માફ ન કરી શકીએ
જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટીના રાજેન્દ્ર સિંહ સભાગારમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, ‘કાશ્મીર પંડિતોને સન્માન સાથે ઘરે પરત લાવાવ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સુરક્ષા અને સન્માન સાથે ઘરવાપરી કરાવવાનું વચન આપ્યું છે.
આપણી ધરતી પર અજાણ્યા બની જવું તે વિશ્વના સૌથી મોટા દુ:ખોમાંથી એક છે. હું કાશ્મીરી પંડિતોના તે દર્દને અનુભવી રહ્યો છું, જેમાં ૧૯૮૯-૯૦ માં તેમણે રાતોરાત પોતાના ઘરો છોડવા પડ્યા હતા. હું કાશમીરી પંડિતોની જબરદસ્ત ભાવનાને સલામ કરું છું. કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે માઈગ્રન્ટ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ તે લોકો માટે હતું, જેમની જમીન પર કબજાે કરવામાં આવ્યો હતો.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘યુવા પેઢીઓએ તે ક્યારેય ભુલવું ન જાેઈએ કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ હજારો નિર્દોશ કાશ્મીરી મુસલમાનોની હત્યા કરી છે. આમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયદ્વારક હોય છે, જેમને યાદ કરીએ તો બોલતા પણ ખચકાટ થાય છે. ગત વર્ષથી તે પરિવારોને ન્યાય મળવાનો શરૂ થયો છે અને તેઓને જરૂરી ચીજવસ્તુઓ અને રોજગારી આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મનોજ સિન્હાએ કહ્યું કે, ‘ઓગસ્ટ-૨૦૧૯માં કલમ-૩૭૦ નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો છે કે, કાશ્મીરી પંડિત સમાજની યુવા પેઢી કોઈપણ ડર વગર પોતાના ઘરે પરત ફરી શકે છે. વર્ષ ૨૦૧૯થી જમ્મુ-કાશ્મીર મોટા વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. અહીંના લોકોએ પોતાના સપના અને કિસ્મતને બરબાદ કરવાના દુશ્મનોના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે. સરકારે અનેક પ્રયાસો કર્યા બાદ તેઓની જમીનની જૂની શાન પરત લવાઈ છે અને વિકાસ ઝડપી થયો છે.
સરકાર ટૂંક સમયમાં આ જમીનને આતંકવાદના ખતરાથી મુક્ત કરાવશે.’ એલજીએ કહ્યું કે, ‘આતંકવાદ સાથે સંકળાયેલી તમામ ઘટનાઓનો સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રજાના સપનાને બરબાદ કરનારાઓને આકરો જવાબ અપાશે. આતંકવાદ સાથે જોડાયેલા તમામ તત્વોની એવી હાલત કરાશે, એવી સજા અપાશે કે આતંકનો ઈકો સિસ્ટમ પણ રહેમની ભીખ માંગવા લાગશે. અમે આતંકવાદ ફેલાવનારા આતંકવાદીઓ અને મદદગારોને ક્યારે માફ ન કરી શકીએ.