Last Updated on by Sampurna Samachar
પહેલા કહ્યું કર્ણાટક પાસે ફંડ નથી, હવે બોલ્યા- કોણે કહ્યું?
ઘણા ધારાસભ્યો આ વિલંબથી નિરાશ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક રાજ્યના ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા જી પરમેશ્વરે ‘અભી બોલા અભી ફોક‘ ની જેમ પોતે જ આપેલા નિવેદન પરથી પલટી મારી છે. એક જાહેર કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આર્થિક તંગીનો સામનો કરી રહી છે, અને બાદમાં અન્ય એક કાર્યક્રમમાં પલટી મારતાં નિવેદન આપ્યું કે, કોણે કહ્યું સરકાર પાસે પૈસા નથી. હું એવુ બોલ્યો જ નથી. હું સ્પષ્ટતા આપું છું.
પરમેશ્વરે પલટી મારતાં કહ્યું કે, મેં ક્યારેય દાવો કર્યો નથી કે રાજ્યમાં ફંડની અછત છે. સરકાર પાસે આયોજિત તમામ કામગીરી માટે પર્યાપ્ત ફંડ છે. મારી સ્પીચમાં પણ મેં કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરી રહ્યું નથી. પ્રત્યેક મતવિસ્તાર માટે રૂ. ૫૦ કરોડનો એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે. સ્પષ્ટતા આપું છુ કે, કોઈ નાણાકીય કટોકટી નથી, હા ક્યારેક ફંડ રિલીઝ કરવામાં વિલંબ થઈ શકે છે.
ગૃહમંત્રીએ આ નિવેદન પરથી પલટી મારી
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે બાગલકોટ બાડમીમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં જાહેરમાં સ્વીકાર્યું હતું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પાસે મોટાપાયે વિકાસ કાર્યો કરવા પર્યાપ્ત ફંડ નથી. સિદ્વારમૈયા પોતે જ રાજ્યનો ફાઈનાન્સ પોર્ટફોલિયો સંભાળે છે. અમારી પાસે પૈસા નથી. સિદ્ધારમૈયા પાસે પણ હાલ ફંડ નથી. અમે લોકોને ચોખા, દાળ, અને તેલ સહિત અનાજનો જથ્થો પૂરો પાડવા ઘણુ બધુ આપ્યું છે. જોકે, ગૃહમંત્રીએ આ નિવેદન પરથી પલટી મારી છે.
પરમેશ્વરે પલટી મારતી વખતે સ્પષ્ટતા આપી કે, રાજ્યના તમામ મતવિસ્તાર માટે અમે રૂ. ૫૦ કરોડનો એક્શન પ્લાન ધરાવીએ છીએ? જેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. જેના અંદાજો ધ્યાનમાં લેવાઈ ગયા છે. હા અંતિમ ર્નિણય લેવામાં વિલંબ થઈ શકે છે. ઘણા ધારાસભ્યો આ વિલંબથી નિરાશ થશે, ફંડમાં વિલંબ કોઈ ટેક્નિકલ પગલાંના કારણે થયો હતો. પરંતુ આ વિલંબના કારણે નિરાશ બનેલા ધારાસભ્ય આવી અણઘડ ટિપ્પણીઓ કરે છે.