Last Updated on by Sampurna Samachar
વિધાનસભામાં આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ
વિપક્ષે આ કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજકાલ હનીટ્રેપ (HONEYTREP) માં ફસાવાના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે આ જાળમાં રાજકારણીઓ પણ ફસાતા હોવાના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભામાં ખુદ પ્રધાને એવી જાહેરાત કરવી પડી છે કે, તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. આની તપાસ કરાવવાની માંગ કરતા, ગૃહ પ્રધાને વિધાનસભામાં કહ્યું કે, આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ પોતે વિધાનસભામાં એ વાતનો ખુલાસો કર્યો તે તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, રાષ્ટ્રીયસ્તરના અને રાજ્યસ્તરના ૪૮ નેતાઓનો હની ટ્રેપ વીડિયો અસ્તિત્વમાં છે. આ ઘટનાએ, સમગ્ર રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસની ખાતરી આપી છે, જ્યારે વિપક્ષે આ કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે.
સ્પીકરે લેખિત ફરિયાદ કરવા કહ્યુ
અહેવાલ અનુસાર, રાજન્નાએ હનીટ્રેપનો પણ ઉલ્લેખ કર્યો અને માંગ કરી કે તેની પાછળ રહેલા લોકોની તપાસ કરવામાં આવે અને તેમનો પર્દાફાશ કરવામાં આવે. આનો જવાબ આપતા ગૃહમંત્રી પરમેશ્વરે કહ્યું કે રાજન્ના લેખિત ફરિયાદ નોંધાવશે તો તેઓ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપશે. આ દરમિયાન, રાજરાજેશ્વરી નગરના ભાજપના ધારાસભ્ય મુનીરત્ને ગૃહમંત્રી પરમેશ્વરને પૂછ્યું, “મારા વિરુદ્ધના કેસ અંગે તમે શું કરશો?” આ સમયે, સ્પીકરે દરમિયાનગીરી કરી અને તમને લેખિત ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું.
વિપક્ષી નેતા આર અશોકે કઈ તપાસની જાહેરાત કરવાનો આગ્રહ રાખ્યો. ઘણા લોકોને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાના આરોપો છે. તેથી તેઓએ ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસની માંગ કરી. હની ટ્રેપનો મુદ્દો સૌપ્રથમ વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય સુનીલ કુમાર કરકલાએ ઉઠાવ્યો હતો. આ પછી, વિધાનસભામાં ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે ગૃહમાં હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સહકાર મંત્રીને સીધા નિશાન બનાવવા માટે હની ટ્રેપનું હથિયાર ચલાવવામાં આવી રહ્યું છે.