Last Updated on by Sampurna Samachar
વર્ષ 2022 માં પાકિસ્તાની અધિકારીઓએ કરી હતી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય માછીમારનું કરાચીમાં થયેલા મૃત્યુએ બંને દેશો વચ્ચેના કેદીઓને મુક્ત કરવાની સમસ્યા ફરી એક વાર ઉજાગર કરી દીધી છે. વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ધરપકડ કરાયેલા માછીમાર બાબુનું કરાચીની જેલમાં મૃત્યુ થયુ હતુ. બાબૂની સજા પહેલા જ પુરી થઈ ચુકી છે, તેમ છતાં તેને છુટો કરવામાં આવ્યો નહોતો.
ભારત સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર વારંવાર જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવાની માંગ ઉઠતી રહી છે. આ કોઈ પહેલી ઘટના નથી. બાબૂથી પહેલા છેલ્લા બે વર્ષોમાં સાત અન્ય ભારતીય માછીમારોના પાકિસ્તાનમાં મોત થઈ ચુક્યા છે. બાબૂ જેવા ૧૮૦ અન્ય ભારતીય માછીમારો પણ પાકિસ્તાની જેલમાં બંધ છે અને તે પોતાના દિવસો ગણી રહ્યા છે. ભારતની સરકાર સતત પાકિસ્તાની શાસન સાથે તેમને મુક્ત કરવાની અપીલ કરતું રહ્યું છે.
ગત એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના વિનોદ લક્ષ્મણ કોલનું નિધન પણ આવી જ રીતની ઘટનાઓમાં થયું હતું. ઓક્ટોબર ૨૦૨૨માં પાકિસ્તાની જળમાર્ગથી ગેરકાયદેસર પ્રવેશના આરોપમાં ધરપકડ કરાયેલ કોલને કરાચી જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેને ૮ માર્ચના રોજ લકવા થતાં ૧૭ માર્ચે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું.