Last Updated on by Sampurna Samachar
પહેલા બંનેના પરિવારે વિરોધ કર્યો પણ મામલો પોલીસ પાસે પહોચતા લગ્ન થઇ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાનપુર મહાનગરમાં એક લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે. જ્યાં પ્રેમિકા સગીર હોવાના કારણે પ્રેમી તેની સાથે લગ્ન કરી શક્યો નહીં. જેવું તે ૧૮ વર્ષની થઈ તે તરત પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને પ્રેમીને કહ્યું કે ચાલ લગ્ન કરી લઈએ. પહેલા બંનેના પરિવારે લગ્ન કરવાની ના પાડી, બાદમાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને સહમતિથી લગ્ન કરાવી દીધા.
આપને જણાવી દઈએ કે, આ મામલો કાનપુર મહાનગરના ઘાટમપુર વિસ્તારનો છે. જ્યાં એક ગામની રહેવાસી બબલીને પાડોશી મહેશ સાથે પ્રેમ હતો. મહેશ ઉંમરમાં બબલી કરતા મોટો હતો અને બબલી સગીર હતી. જેના કારણે બંનેને ડર હતો કે તેઓ જો લગ્ન કરશે તો બંને પકડાઈ જશે. આવા સમયે બંનેએ નક્કી કર્યું કે, જ્યારે બબલી ૧૮ વર્ષની થશે, ત્યારે લગ્ન કરશે, જેથી તેમના લગ્નમાં કોઈ અડચણ ન આવે.
તો વળી બબલીએ પોતાની ૧૮ વર્ષની ઉંમર થવાની રાહ જોઈ રહી હતી. જેવી તેની ઉંમર ૧૮ વર્ષ થઈ કે તે પોતાના પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને તેની સાથે લગ્ન કરવાની વાત કરવા લાગી. જ્યારે છોકરાના પરિવારે તેનો વિરોધ કર્યો. તો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. જોકે મહેશ પણ લગ્ન કરવા માટે તૈયાર હતો. એટલા માટે પોલીસે બંનેની સહમતિના કારણે બંનેના લગ્ન કરાવી દીધા.
પોલીસે બંનેના પરિવારવાળાઓની સહમતિ પત્ર લખાવીને ગામના કાળી મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા. તો વળી કાનપુરની આ અનોખી અજબ ગજબ પ્રેમ કહાની ખૂબ જ ચર્ચાનો વિષય બની. મહેશ અને બબલી લગ્ન થયા બાદ એકબીજાને પતિ-પત્ની માનીને પોતાના ઘરે જતા રહ્યા. તો વળી બંનેના પરિવાર પણ તેમના લગ્નને લઈને રાજી થઈ ગયા.તો વળી આ મામલાને લઈને એસીપી રંજીત કુમારે જણાવ્યું કે, બે પરિવાર વચ્ચે લગ્નનો મામલો આવ્યો હતો. બંનેને પોલીસ સ્ટેશને બોલાવીને સમજાવ્યા હતા. છોકરો અને છોકરી બંને પુખ્ત વયના હતા. જેના કારણે પરિવારની સહમતિ સાથે બંનેના લગ્ન કરાવી દીધા. બંને ખુશી ખુશી પોતાના ઘરે જતા રહ્યા