Last Updated on by Sampurna Samachar
શાળામાં બાળકોને પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની અછત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાનાં કાંકરેજમાં ચેખલામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળામાં જરૂરી સુવિધા મળતી ન હોવાથી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પરિણામ ન મળતાં ખેડૂત, ડે. સરપંચ પોતાના ખાનગી બોરથી વિદ્યાર્થીઓને પાણી પૂરૂ પાડી રહ્યાં છે.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગ્રામ પંચાયતમાં આવેલ થરેચા વાસ પ્રાથમિક શાળામાં પાણી સહિત અનેક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યો છે. ચેખલા ગ્રામ પંચાયતના સરપંચનો અણઘટ વહીવટ હોવાથી થરેચા વાસ પ્રાથમિક શાળાના બાળકો પાણી સહિત સુવિધાઓથી વલખા મારી રહ્યા છે ત્યારે શાળાની બાજુમાં આવેલ ખેડૂત અને ડેપ્યુટી સરપંચ પોતાના પ્રાઇવેટ બોરથી શાળાના બાળકોને પાણી પૂરું પડે છે.
ડે.સરપંચ દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. શાળા નજીક પાણી પુરવઠા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની ગયેલી જોવા મળે છે.
એક થી પાંચ ધોરણમાં ૬૪ થી વધુ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે ત્યારે શાળામાં વરંડો પેવર બ્લોક તેમજ મધ્યાન ભોજનના શેડનો પણ અભાવ જોવા મળ્યો હતો ત્યારે એક બાજુ સરકાર દ્વારા મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે ત્યારે આવી શાળાઓની તપાસ કરવામાં આવે તો અને અનેક સુવિધાઓથી વંચિત શાળાઓ જોવા મળશે.