Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયે બાઉન્સર તૈનાત
ટિકિટ માટે પડાપડી કરતા કાર્યકરો કાર્યાલય પર આવીને ટિકિટ માટે અરાજકતા ફેલાવતા હોય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી આવે એટલે કકળાટ શરૂ થઈ જાય છે. ટિકિટ માટે પડાપડી કરતા કાર્યકરો કાર્યાલયપર આવીને ટિકિટ માટે અરાજકતા ફેલાવતા હોય છે.આ ઉપરાંત જે કાર્યકરોની ટિકિટ કપાઈ જતી હોય છે. તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસના કાર્યાલય પર તોડફોડકરવામાં આવતી હોય છે. આવું દરેક ચૂંટણી વખતે થતું આવ્યું છે. જેને ધ્યાને લઈને આ વખતે કોંગ્રેસે કાર્યાલયપર બાઉન્સરોની ગોઠવણી કરી છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં કોંગ્રેસે ૨૪૩ જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં જ કમઠાણ જોવા મળ્યાં છે. હજી ઘણી બેઠકો પર યાદી જાહેર કરવાની બાકી છે. ત્યાં કોંગ્રેસના કાર્યાલય પર બાઉન્સરો વા મળી રહ્યાંછે.
ચૂંટણી ટાણે નારાજ કાર્યકરો તોફાન મચાવીને સ્થિતિ બેકાબૂ કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હજી અમદાવાદ સહિતની બેઠકો પર ટિકિટની ફાળવણી બાકી છે. ભૂતકાળમાં ટિકિટજાહેર થયા બાદ કાર્યાલય પર તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. જેથી આ વખતે આગમચેતીના ભાગરૂપેકાર્યાલય પર બાઉન્સરો તૈનાત કરી દેવાયા છે.