Last Updated on by Sampurna Samachar
તપાસ બાદ ઘટના સર્જાવાનુ કારણ જાણી શકાશે
દુર્ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશામાં એક મોટો રેલ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બેંગલુરૂ અને આસમ વચ્ચે ચાલતી કામાખ્યા એક્સપ્રેસના ૧૧ AC કોચ પાટા પરથી ઉતરી ગયા છે, ત્યારબાદ યાત્રિકોમાં હાહાકાર મચી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ટ્રેન ચૌદ્વાર વિસ્તારના મંગુલી પેસેન્જર હોલ્ટની પાસે ડીરેલ થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન માટે NDRF અને મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી મુજબ ઓડિશાના કટકમાં ચૌદ્વાર પાસે બેંગલુરૂ-કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ૧૧ AC કોચ ડીરેલ થયા હતા, ત્યારબાદ નીલાચલ એક્સપ્રેસ, ધૌલી એક્સપ્રેસ, પુરૂલિયા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય કરાયુ હતું.
૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા
મેડિકલ ટીમ, NDRF અને ફાયર બ્રિગેડ કર્મચારી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યાં છે. ઈસ્ટ કોસ્ટ રેલવેના CPRO અશોક કુમાર મિશ્રાએ જણાવ્યુ કે અમને કામાખ્યા એક્સપ્રેસ (૧૫૫૫૧) ના કેટલાક કોચ પાટા પરથી ઉતરી જવાની સૂચના મળી હતી. તેમણે કહ્યું , અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. બધા યાત્રિ સુરક્ષિત છે. દુર્ઘટના રાહત ટ્રેન, ઈમરજન્સી મેડિકલ ઉપકરણ મોકલવામાં આવ્યા છે.
CPRO એ જણાવ્યું કે રેલવે (RAIL WAY ) ના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. DRM ખુર્દા રોડ, GM / ECOR અને અન્ય વરિષ્ઠ સ્તરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે તપાસ બાદ જ ખબર પડશે કે આ ઘટના કેવી રીતે બની. અમારી પ્રથમ પ્રાથમિકતા રૂટ પર રાહ જોઈ રહેલી ટ્રેનોને ડાયવર્ટ કરવાની અને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવાની છે.
કામાખ્યા એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, મને ઓડિશામાં ૧૨૫૫૧ કામાખ્યા એક્સપ્રેસ સાથે સંબંધિત ઘટના વિશે માહિતી મળી છે. આસામના સીએમઓ ઓડિશા સરકાર અને રેલવેના સંપર્કમાં છે. અમે તમામ અસરગ્રસ્તોનો સંપર્ક કરીશું.