Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ
CJI બી આર ગવાઈ ૨૩ નવેમ્બરે રિટાયર થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જસ્ટીસ સૂર્યકાંતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના CJI પદના શપથ લેવડાવ્યા. તેઓ પૂર્વ CJI બી આર ગવઈની જગ્યા લેશે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના ૫૩માં CJI છે. અત્રે જણાવવાનું કે CJI બી આર ગવાઈ ૨૩ નવેમ્બરે રિટાયર થયા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે ૨૪મી મે ૨૦૧૯ના રોજ પ્રમોટ થયેલા જસ્ટિસ સૂર્યકાંતનો સીજેઆઈ તરીકેનો કાર્યકાળ એક વર્ષ ૨ મહિનાથી વધુ રહેશે. તેઓ ૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ રિટાયર થશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસની રિટાયરમેન્ટની ઉંમર ૬૫ વર્ષ છે.

જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૨ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. જસ્ટિસ સૂર્યકાંત પીઠમાં બે દાયકાના અનુભવ સાથે દેશના સીજેઆઈનું પદ ગ્રહણ કરશે. તેમના ઐતિહાસિક ર્નિણયોમાં કલમ ૩૭૦ની જોગવાઈઓ નાબૂદ કરવી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકતંત્ર, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લૈંગિક સમાનતા સંબંધિત ઐતિહાસિક ર્નિણયો સામેલ છે.
જસ્ટિસ સૂર્યકાંતને એ નિર્દેશ આપવાનો પણ શ્રેય
જસ્ટિસ સૂર્યકાંતએ પીઠનો ભાગ હતા. જેણે ઔપનિવેશન કાળના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે સરકાર તરફથી સમીક્ષા થાય ત્યાં સુધી તે હેઠળ કોઈ નવી એફઆઈઆર ન નોંધવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાને રેખાંકિત કરનારા એક આદેશમાં તેમણે ચૂંટણી પંચને બિહારમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી હટાવવામાં આવેલા ૬૫ લાખ નામોની વિગતો આપવા જણાવ્યું હતું.
જસ્ટિસ સૂર્યકાંતને એ નિર્દેશ આપવાનો પણ શ્રેય જાય છે જેમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સહિત બાર એસોસિએશનોમાં એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે. તેમે રક્ષા દળો માટે વન રેંક વન પેન્શન યોજનાને બંધારણીય રીતે કાયદેસર ગણાવતા તેને યથાવત રાખી અને સેનામાં સ્થાયી કમિશનમાં સમાનતાની માંગણી કરનારા સશસ્ત્ર દળોની મહિલા અધિકારીઓની અરજીઓ પર સુનાવણી ચાલુ રાખી.
જસ્ટિસ સૂર્યકાંત સાત જજોની એ બેન્ચમાં પણ સામેલ હતા જેણે ૧૯૬૭ના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ર્નિણયને ફગાવ્યો હતો જેનાથી સંસ્થાનના અલ્પસંખ્યક દરજ્જા પર પુર્નવિચારનો રસ્તો ખુલ્યો હતો. તે પેગાસસ સ્પાયવેર મામલાની સુનાવણી કરનારી બેન્ચનો પણ ભાગ હતા જેણે ગેરકાયદેસર નિગરાણીના આરોપોની તપાસ માટે સાઈબર વિશેષજ્ઞોની એક પેનલ નિયુક્ત કરી હતી.
આ ઉપરાંત તેઓ એ પીઠનો પણ ભાગ રહ્યા. જેણે પીએમ નરેન્દ્ર મોદીની ૨૦૨૨ની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યત્રતામાં પાંચ સભ્યની સમિતિ નિયુક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવા મામલાઓ માટે “ન્યાયિક રીતે પ્રશિક્ષિત દિમાગ”ની જરૂર હોય છે.