Last Updated on by Sampurna Samachar
સગીરા પર દુષ્કર્મ ગુજારનાર તૈસીર પઠાણને ૨૦ વર્ષની સખત કેદ
૨૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લીધા હતા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓના આધારે આરોપીસામેનો ગુનો સાબિત થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં સગીરાઓ પર વધતા અત્યાચારના કિસ્સાઓ વચ્ચે અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટેએક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. રખિયાલ વિસ્તારમાં ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાંકોર્ટે આરોપી તૈસીર પઠાણને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીપર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

આ ઘટના ૨૬ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ બની હતી, જ્યારે રખિયાલ પોલીસ મથકે ૧૫ વર્ષની સગીરા સાથે દુષ્કર્મથયાની ફરિયાદ નોંધાઈ હતી.આરોપી તૈસીર પઠાણે સગીરાને લલચાવી–ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનોઆક્ષેપ હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂકરી હતી.
વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓના આધારે આરોપી સામેનો ગુનો સાબિત
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં કુલ ૧૨સાક્ષીઓની તપાસ કરી હતી. ૨૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લીધા હતા. વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓના આધારે આરોપી સામેનો ગુનો સાબિત થયો હતો.
ચુકાદો આપતી વખતે પોક્સો કોર્ટે આરોપીના કૃત્ય પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કડક શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓ સમાજમાં કલંક સમાન છે. આવા કૃત્યોથી સમાજની નૈતિકતા ખરડાય છે અને સગીરાઓના માનસપટલ પર તેની ગંભીર અસરો પડે છે, તેથી આરોપી પ્રત્યે કોઈ પણપ્રકારની રહેમદિલી દાખવી શકાય નહીં.