Last Updated on by Sampurna Samachar
G-7 માં વડાપ્રધાન મોદીના રાજકારણનો અંત લાવશે તેમ ખાલિસ્તાની કહ્યું
મારી સાથે બનેલી ઘટનાથી હું ધ્રૂજી ગયો : પત્રકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં કેનેડા (CANEDA) ના PM માર્ક કાર્નેએ PM મોદી સાથે વાત કરી હતી અને તેમને G-7 માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ કેનેડા સરકાર ટીકાનો સામનો કરી રહી છે. આ દરમિયાન કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ એક પત્રકારને ઉગ્ર ધમકી આપી છે. ખાલિસ્તાનીઓએ તેને ઘેરી લીધો હતો અને ધમકી પણ આપી હતી. ખાલિસ્તાનીઓ અહીં જ ન અટક્યા, તેમણે પત્રકારનો ફોન પણ છીનવી લીધો હતો.
આ ઘટના વાનકુવર શહેરમાં એક સાપ્તાહિક રેલી દરમિયાન બની હતી. પત્રકાર મોચા ર્બેઝિગને જણાવ્યું હતું કે હુમલાખોરોમાં એક વ્યક્તિ હતો જે છેલ્લા એક વર્ષથી તેમનો પીછો કરી રહ્યો હતો અને તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. તેમની વચ્ચે એક બ્રિટિશ નાગરિક પણ હતો જે લાંબા સમયથી તેમને હેરાન કરી રહ્યો હતો અને તેમના વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો.
અનેક લોકો પત્રકારના રિપોર્ટીંગથી ગુસ્સે
મોચા છેલ્લા એક વર્ષથી કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં ખાલિસ્તાની વિરોધ પ્રદર્શનોને કવર કરી રહ્યો છે, જેના કારણે ઘણા લોકો તેમના રિપોર્ટિંગથી ગુસ્સે છે. આ ઉપરાંત, તેમણે વધુમાં કહ્યું કે બે કલાક પહેલા મારી સાથે બનેલી ઘટનાથી હું ધ્રૂજી રહ્યો છું, તેમનું વર્તન ગુંડાઓ જેવું હતું, તેમણે મને રેકોર્ડિંગ કરતા અટકાવવાનો પણ પ્રયાસ કર્યો.
આ ઉપરાંત, ર્બેઝિગને કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચે તણાવનું કારણ રાજકીય મુદ્દો છે. પરંતુ લોકો અહીં શું થઈ રહ્યું છે, લોકો શું કરી રહ્યા છે, તેઓ કેવી રીતે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી રહ્યા છે તેની અવગણના કરી રહ્યા છે અને તેઓ ઇન્દિરા ગાંધીના હત્યારાઓની ઉજવણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ G-7 માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણનો અંત લાવશે.
જ્યારે ર્બેઝિગને તેમને પૂછ્યું કે શું તમે તેમની રાજનીતિનો એ જ રીતે અંત લાવવાના છો જે રીતે તમે ઇન્દિરા ગાંધીના રાજકારણનો અંત લાવ્યો હતો? તેઓ કહે છે કે અમે ઇન્દિરા ગાંધીના હત્યારાઓના વંશજ છીએ, અને તેઓ હિંસાના આ કૃત્યોને મહિમા કરી રહ્યા છીએ.