એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે બાઈડેનના આ પગલાંને વિનાશકારી જાહેર કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તાના અંતિમ દિવસોમાં યુક્રેનને ૭૨૫ મિલિયન ડોલર અર્થાત રૂ. ૬૧૩૯ કરોડની મોટી સૈન્ય મદદ કરવાનો ચકચારી ર્નિણય જાહેર કરતાં જ ખળભળાટ મચ્યો છે. બાઈડેનના આ પગલાંની માનવાધિકારે પણ ટીકા કરી તેને વિનાશકારી પગલું ગણાવ્યું છે.
બાઈડેનના આ રાહત પેકેજ સાથે અમેરિકા યુક્રેનને અનેક પ્રકારના ઘાતક હથિયારો ઉપલબ્ધ કરાવી રહી છે. જેમાં અનેક ડ્રોન વિરોધી સિસ્ટમ, હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ અને એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ પણ સામેલ છે. યુક્રેન લાંબા સમયથી આ પ્રકારના હથિયારોનો ઉપયોગ રશિયા વિરૂદ્ધ ૧૮૬ માઈલ સુધી કરવા માગતું હતું. પરંતુ મંજૂરી અને ફંડની અછત હતી. હવે બાઈડેનના આ પેકેજથી યુક્રેન રશિયાના હુમલાનો સામનો જ નહીં પરંતુ કીવ વિસ્તારમાં કબજો મેળવવાનો પ્રયાસ કરશે.
અમેરિકા નવા ર્નિણય હેઠળ યુક્રેનને એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ પણ આપવા જઈ રહ્યો છે. જેની માનવાધિકારે આકરી ટીકા કરી છે. ત્યારે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે બાઈડેનના આ પગલાંને વિનાશકારી જાહેર કર્યું છે. આ મિસાઈલોના ઉપયોગથી લાંબા સમય સુધી જીવ પર જોખમ ઉભુ થઈ શકે છે. એન્ટી પર્સનલ માઈન તથા એન્ટી પર્સનલ લેન્ડમાઈન એક પ્રકારની વિસ્ફોટક ટનલ છે. જેને મનુષ્યો વિરૂદ્ધ ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે.
અમેરિકાની સરકારે યુક્રેન માટે આ પગલું સ્થાયી નહીં પણ તાત્કાલિક ધોરણે લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. જેનો ઉદ્દેશ યુક્રેનના ભૌગોલિક વિસ્તારોમાં રશિયાની સેનાનો કબજો અટકાવવાનો છે. છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા ૬૨૦ માઈલ લાંબી સરહદ પર યુદ્ધ લડી રહ્યા છે. જેમાં હજારો લોકોના મોત નીપજ્યા છે.