ઘરના લોકોને તાંત્રિકવિધિની સ્ટોરી બનાવી ફોસ્લાવ્યા
અંતે ફરીયાદી જ આરોપી નીકળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.સુરતમાં કામથી કંટાળી યુવકે જાતે જ પોતાની ૪ આંગળીઓ કાપી નાંખી હોવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવારજનોથી વાત છુપાવવા યુવકે તાંત્રિકવિધિની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પૂછપરછમાં યુવક પડી ભાંગ્યો હતો અને જાતે જ આંગળી કાપી હોવાનું સ્વીકાર્યું હતું.
કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે શ્રીનગર સોસાયટીમાં રહેતા અને જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર મયુર તારાપરા 8 ડિસેમ્બરના રોજ મિત્રને મળીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમને વરિયાવ બ્રિજ પાસે કોઈ બેભાન કરી હાથની ચાર આંગળીઓ કાપી ચોરી કરી નાસી ગયા હતા. આ થીયરી પોતે ફરિયાદી મયુરે તારાપરાએ પોલીસને જણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે તેની આંગળીઓ તાંત્રિક વિધિમાં બલી માટે આપવામાં આવી હોય એવું તેને લાગી રહ્યું છે.
ફરિયાદી મયુરની ફરિયાદ અને તેની થીયરી મુજબ અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્થળ પર જઈને પણ તપાસ કરવામાં આવી પરંતુ ત્યાં લોહીના એક પણ ટીપા મળ્યા નહોતા. મયુરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બીજી બાજુ પોલીસ CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ વ્યક્તિ CCTV ફૂટેજમાં દેખાયો નહોતો. આપણે કઈ રીતે મયુરની આંગળીઓ કોઈ કાપીને નાસી ગયો અને શા માટે આ કૃત્ય કર્યું તે પોલીસ માટે માથાનો દુખાવો હતો. આ વચ્ચે સ્થળ તપાસ બાદ પોલીસે વારંવાર મયુરની પણ પૂછપરછ કરી રહી હતી. પરંતુ મયુર જે ઘટના અંગે વિગતો આપી રહ્યો હતો તે અને સ્થળની સ્થિતિથી મેચ થતો નહોતો આખરે પોલીસે દબાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરી. ક્રાઈમ બ્રાન્ચે જ્યારે દબાણપૂર્વક મયુરની તપાસ હાથ ધરી ત્યારે તે ભાંગી ગયો તેણે જણાવ્યું કે જે જ્વેલર્સની દુકાન માટે નોકરી કરે છે તે તેના પિતાના ઓળખીતા લોકો છે અને ત્યાં તે નોકરી કરવા માંગતો નહોતો જેથી તે દબાણમાં રહેતો હતો અને પરિવારને પણ આ અંગે કહી શક્યો નહોતો. દબાણમાં આવીને તેણે પોતાની આંગળીઓ કાપી લીધી હતી. આ માટે તે પહેલા દુકાનમાં ગયો હતો અને ધારદાર મોટું ચપ્પુ લઈને આવ્યો હતો.
આ સમગ્ર મામલે DCP ભાવેશ રોઝીયા એ જણાવ્યું હતું કે, મયુરની આંગળીઓ કપાઈ ગઈ હતી જે અંગે અમે તપાસ કરી રહ્યા હતા. પહેલા આ કોઈ તાંત્રિક રીતે હોય તે એંગલથી તપાસ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે મયુરની દબાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં નોકરી કરવા માંગતો નહોતો અને જે જ્વેલર્સ સોપ માટે નોકરી કરતો હતો તે પિતાના ઓળખીતા હતા. જેથી તે દબાણમાં આવી ગયો હતો. તેને જણાવ્યું હતું કે પહેલા તે દુકાનમાં ગયો અને ત્યાંથી ચપ્પુની ખરીદી કરી અને ત્યારબાદ આ ચપ્પુ વડે એક ગામ મારી ત્રણ આંગળીઓ કાપી અને બીજા વારથી એક આંગળી વધુ કાપી આમ તેને બે ઘા મારી પોતાની ચાર આંગળીઓ કાપી લીધી હતી..તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મયુરના કહેવા મુજબ અમે પહેલા દુકાનમાં ગયા તેની વાત સાચી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી. દુકાનદારે જણાવ્યું કે મયુર જ અહીંથી ચપ્પુ ખરીદીને ગયો છે. ત્યારબાદ જે સ્થળ તેને જણાવ્યું હતું ત્યાં જઈને અમે તપાસ કરી ત્યાંથી કોથળીમાં ત્રણ આંગળીઓ મળી આવી છે અમે આ અંગે ડોક્ટર સાથે પણ સંપર્ક કર્યો પરંતુ તેની આંગળીઓ ફરીથી હાથમાં લાગી શકે તેવી સ્થિતિ લાગતી નથી. તે ખૂબ જ દબાણમાં હતો જેથી હવે અમે મનોચિકિત્સક ને પણ આ અંગે જાણ કરશો.
આ સમગ્ર મામલે મયુરે પણ જણાવ્યું હતું કે જવેલર્સના ત્યાં તે નોકરી કરતો હતો તે કમ્પ્યુટર ઓપરેટર હતો કમ્પ્યુટર આંગળીઓથી ચલાવી ન પડે આ માટે તેને આંગળીઓ કાપી લીધી હતી. તેને જણાવ્યું હતું કે તે ખૂબ જ દબાણમાં હતો અને આ અંગે કોઈને કહી શકતો નહોતો.