Last Updated on by Sampurna Samachar
પત્ની પણ આ સબંધથી હતી અજાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસારના બધા સબંધમાં જીજા-સાળીનો સંબંધ એ હસી-મજાકવાળો હોય છે. જોકે આવું જોવા પણ ઘણી વાર મળી જાય છે. હવે તાજેતરમાં યુપીના મુઝફ્ફરનગરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બનેવી પોતાની સાળીને ડેટ કરી રહ્યો હતો અને પત્નીને ખબર પણ ન પડવા દીધી. ભોળી પત્ની પણ પોતાના પતિ અને બહેનના કાંડથી અજાણ હતી, પણ એક દિવસ થયું એવું કે પતિનો ભાંડો ફૂટી ગયો.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મેરઠના કોલ ગામના રહેવાસી આશીષના લગ્ન લોકડાઉનમાં મુઝફ્ફરનગરના બુઢાના વિસ્તારના બવાના ગામના રહેવાસી ઋષિપાલની દીકરી પારુલ સાથે થયા હતા. આરોપી બનેવી આશીષે પોલીસને જણાવ્યું કે, તેને મૃતક સાળી પ્રિયંકા સાથે આડા સંબંધો હતો. જેના કારણે પ્રિયંકા તેને હંમેશા બ્લેકમેલ કરતી હતી. જેનાથી કંટાળીને પ્લાન અનુસાર, બનેવી આશીષે પોતાની સાળી પ્રિયંકાની હત્યા કરાવી નાખી. આરોપી બનેવીના કહેવા પ્રમાણે પોલીસે યુવતીની લાશના અવશેષ અને તેના કપડાં ઘટનાસ્થળેથી જપ્ત કરી ફોરેન્સિક ટીમને સોંપી દીધા છે.
આરોપી બનેવીને પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે, જ્યારે બંને કોન્ટ્રાક્ટ કિલર શુભમ અને આશીષે આ હત્યા કરી હતી, તે હજુ પણ ફરાર છે. જેને પોલીસ શોધી રહી છે.