ગેસ ફિલિંગ પ્લાન્ટમાં લીકેજ થતા લોકોમાં દોડધામ મચી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના જયપુરમાં ગેસ ફિલિંગ પ્લાન્ટમાં લીકેજ થતાં નાસભાગ મચી છે. અહીં આસપાસ ધૂમાડાના ગોટેગોટા ઉડતા ડરનો માહોલ ઉભો થયો છે. આ પ્લાન્ટ સીકર રોડ નંબર-૧૮ પર આવેલો છે અને ત્યાં ટાંકીઓમાં કાર્બન ડાઈઓક્સાઈડ ગેસ ભરવાનું કામ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.
જયપુરમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મિથેલ ઓઈલ ટેન્કર પલટી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળથી એક કિલોમીટર સુધીનો એરિયા ખાલી કરાવવો પડ્યો હતો. તાજેતરની ઘટનામાં ટેન્કર લીકેજ થતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જયપુરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર ચંદવાજીના સેવન માતા મંદિર પાસે આ ઘટના બની હતી, જેમાં જયપુરથી અનેક ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ઘટના સ્થળે સિવિલ ડિફેન્સ ટીમને પણ તહેનાત કરવામાં આવી હતી. ગેસ લીકેજને રોકવા માટે પાણીનો મારો પણ કરવામાં આવ્યો હતો.