Last Updated on by Sampurna Samachar
જયેશ રાદડિયા સમુહ લગ્નોત્વમાં નરેશ પટેલ વિરૂદ્ધ કર્યા હતા પ્રહારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના જેતપુર નજીક આવેલા જામકંડોરણા તાલુકામાં આયોજિત ૫૧૧ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ દરમિયાન જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. જયેશ રાદડિયાના આ નિવેદનને વખોડી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પરશોત્તમ પીપળીએ સોશિયલ મીડિયામાં મુકી હતી. હવે પીપળિયાનો આરોપ છે કે તેમને સોશિયલ મીડિયા મારફતે ધમકીઓ મળી રહી છે અને માફી માંગવા માટે દબાણ થઈ રહ્યુ છે.
રાજકોટમાં પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા અને કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠી તેમજ ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડ વોર દિવસે દિવસે વધુ વકરી રહ્યુ છે. ૨૬ જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે લેઉવા પાટીદાર સમાજની ૫૧૧ દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આ સમૂહલગ્નોત્સવના આયોજક જયેશ રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા હતા. જયેશ રાદડિયાએ કોઇ પણ વ્યક્તિનું નામ લીધા વિના એવી સટાસટી બોલાવી હતી કે સ્ટેજ પર બેઠેલા પણ સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. જયેશ રાદડિયાના આ નિવેદનને વખોડી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પરશોત્તમ પીપળિયાએ કરી હતી. હવે નરેશ પટેલનું સમર્થન કરવા બદલ તેમને ધમકીઓ મળી રહી છે.
પીપિળિયાને ફોન પર માફી માંગવા માટે દબાણ થઈ રહ્યુ છે. ધમકી મુદ્દે પીપળિયાએ નિવેદન આપ્યુ છે કે હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. મારા નિવેદન બદલ હું માફી માંગુ એવુ દબાણ પણ કરવામાં આવ્યુ.જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિક કરે તે સ્વાભાવિક છે
પરસોત્તમ પીપળીયાએ પોસ્ટ મુકી સવાલ ઉઠાવ્યો હતો કે રાદડિયા અમરેલી મામલે એકપણ શબ્દ કેમ ન બોલ્યા ? પીપળિયાએ પોસ્ટમાં લખ્યું હતુ કે સત્તાનો મદ રાજા રાવણને પણ નથી રહ્યો તે ધ્યાને રાખીને હાકલા પડકારા કરવા જોઇએ. પીપળિયાની રાદડિયા સામેની આ પોસ્ટનો વિરોધ થઈ રહ્યો છે.