Last Updated on by Sampurna Samachar
બાઇક પર જઇ રહેલા પરિવારને ડમ્પરે અડફેટે લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી નજીકના વાંકાનેર તાલુકાના જામસર ગામે ગમખ્વાર ઘટનામાં કાળમુખા ડમ્પરે ૬ વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો હતો. આ ઘટનામાં અન્ય બે બાળકો અને બાળકની માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર પરિવાર તેમની બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે એક બેફામ ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૬ વર્ષના માસૂમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે બાળકો અને તેમની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
જેથી ગ્રામજનોએ માસૂમનાં મોતને પગલે રસ્તા પર ચકકાજામ કર્યો હતો. ૨ બાળકો, પત્ની સાથે જઈ રહેલ બાઈક ચાલકને ડમ્પરે અડફેટે લીધો હતો. જ્યાં ડમ્પર ચાલકને તાત્કાલિક ઝડપી પાડવાની ગ્રામજનોની માંગ કરવામા આવી છે. માસુમના ન્યાયની માંગ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
.