અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં શરૂ સેક્શન રોડ પરથી પસાર થઈ રહેલા એક ટ્રકમાં અચાનક એક ટાયર નીકળી ગયું હતું, અને ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ૧૨ વ્હીલવાળા એક ટ્રકનું વચ્ચેનું ટાયર ફાટીને નીકળી ગયું હતું, અને ટ્રક વ્હીલ પ્લેટ પર ચાલવા લાગ્યો હતો, અને માર્ગ ઢસડાવાની સાથે વિચિત્ર અવાજ થયા હતા. ઉપરાંત માર્ગને પણ નુકસાની થઈ હતી.
ધડાકાભેર ટાયર ફાટ્યા પછી આ પરિસ્થિતિ સર્જાતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ટ્રક ચાલકે તાત્કાલિક પોતાનો ટ્રક રોકીને સાઈડમાં રાખી ટાયર બદલાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી, એક માત્ર ટ્રકને તેમજ રોડને થોડું ઘણું નુકસાન થયું હતું.