Last Updated on by Sampurna Samachar
રાત્રે ઘરેથી નીકળેલા યુવકની હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના નાની ખાવડી ગામની સીમમાં એક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી છે. માહિતી મળતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી. પોલીસે અત્યારની ઘટના બાદ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. રાત્રે ઘરેથી નીકળી ગયેલા યુવકની હત્યા શા માટે થઈ તે અંગે રહસ્ય ઘેરાયું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાની ખાવડી નજીક આવેલી સીમમાં બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના યુવાનનું ગળું અજાણ્યા આરોપીએ બેરહેમીપૂર્વક તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાખ્યું હતું અને ફરાર થઈ ગયા હતા. બાદમાં લોહિયાળ હાલતમાં લાશ મળતા પોલીસને જાણ કરાઈ. આથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવાનની ગતરાત્રીથી તેમના ઘરેથી બહાર જતો રહ્યો હતો અને ત્યારબાદ તેની લાશ આજરોજ મળી આવી છે. આ યુવાનની ક્યાં કારણસર હત્યા નીપજાવવામાં આવી છે, તે મામલે હજી કોઈ ચોક્કસ માહિતી પોલીસને મળી નથી. હત્યાનું કારણ જાણવા તો પોલીસ જ દિશામાં તપાસ શરૂ કરી છે