જયસ્વાલે કહ્યું પાકિસ્તાનનું પાપ આખી દુનિયા જાણે છે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બલૂચિસ્તાન લિબરેશન આર્મી ‘ઑપરેશન હેરોફ’ શરૂ કર્યું

૮૪ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના બલૂચિસ્તાનના હાલ ભારે હિંસાઓ અને સૈન્ય ઘર્ષણ ચાલી રહ્યા છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી ‘ઑપરેશન હેરોફ’ શરૂ કર્યા બાદ પ્રદેશના અનેક શહેરોમાં ભારે હિંસા અને સેના સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઘટનાઓમાં BLA એ ૮૪ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો, જ્યારે પાકિસ્તાને ૧૩૩ બળવાખોરોના મોત ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે.


પાકિસ્તાનની સેના બલૂચિસ્તાનની સ્થિતિ કાબુ મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેમ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપી આપી પાકિસ્તાનના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દાવાઓને તદ્દન પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને સમસ્યાઓ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હંમેશા ભારત પર દોષારોપણ કરવાની જૂની અને સદાબહાર રણનીતિ અપનાવે છે.

ઘર્ષણમાં અત્યાર સુધીમાં ૧૩૩ બળવાખોરો ઠાર થયા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની કરતૂત અને આદતોનો ઈતિહાસ ખોલી સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈ પણ હિંસક ઘટના બાદ ભારત પર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાના ક્ષેત્રના લોકોની લાંબા સમયની પડતર માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન, દમન અને ક્રૂરતાનો ઈતિહાસ આખી દુનિયા જાણે છે.’

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં આતંકવાદી તત્વોને ભારત સમર્થન આપી રહ્યું હોવાનો રાગ આલાપ્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી તરફ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં પ્રતિબંધિત સંગઠન ‘બલૂચિસ્તાન લિબરેશન આર્મી’દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેરોફ’ને કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા ૪૮ કલાકમાં થયેલી ભીષણ હિંસા અને સેના સાથેના ઘર્ષણમાં અત્યાર સુધીમાં ૧૩૩ બળવાખોરો ઠાર થયા છે, જ્યારે નાગરિકો અને સુરક્ષાકર્મીઓ સહિત કુલ ૩૩ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે.

મીડિયા અહેવાલો મુજબ મ્ન્છ દ્વારા ક્વેટા, ગ્વાદર, મકરાન અને નુશ્કી જેવા મુખ્ય શહેરો સહિત ૧૪ શહેરો ૪૮ સ્થળો પર હુમલા અને બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે. બળવાખોરોએ પોલીસ ચોકીઓ અને અર્ધસૈનિક દળોના કેમ્પને નિશાન બનાવ્યા છે, જ્યારે મસ્તુંગ જિલ્લામાં જેલ તોડીને ૩૦થી વધુ કેદીઓને મુક્ત કરાવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.

આ હિંસા વચ્ચે પ્રવક્તાએ ૮૪ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો અને અનેક સરકારી કચેરીઓ પર કબજાે મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. જાેકે પાકિસ્તાની સેનાએ આ દાવાઓને નકારી કાઢ્યા છે અને વળતી કાર્યવાહી તેજ કરી છે. હિંસાને કારણે હાલમાં રાજ્યમાં રેલવે અને માર્ગ વ્યવહાર ખોરવાયો છે અને હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.