Last Updated on by Sampurna Samachar
ભુજમાં રેશનિંગના રૂપિયા મુદ્દે લોહી લુહાણ ખેલ
હત્યા કર્યા બાદ આરોપી નિલેશ શાહે ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદે ઘરમાં લાગેલા CCTV કેમેરાનું DVR કાઢીને ફેંકી દીધું હતુ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના મુખ્ય મથક ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટનાસામે આવી છે. ભૂજ શહેરની જાણીતી જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના જનિ વાસસ્થાને ર્નિમમ હત્યા કરવામાં આવી છે. આ હત્યા રેશનિંગના બાકી નાણાંની લેતીદેતી મામલે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી નિલેશ શાહ અને રશ્મિકુમારશાહ વચ્ચે રાશનના બાકી રૂપિયાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણકરતા નિલેશ શાહે રશ્મિકુમારના ઘરે જઈ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રશ્મિકુમારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હત્યા કર્યા બાદ આરોપી નિલેશ શાહે ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદે ઘરમાં લાગેલા CCTV કેમેરાનું DVR કાઢીને ફેંકી દીધું હતું. જાેકે, પાપનો ઘડો ભરાતા અને પોલીસના ડરથી આરોપીએ નાસવાને બદલે સીધા પોલીસ સ્ટેશન જઈને શરણાગતિ સ્વીકારી લીધી હતી. આરોપી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાના સંચાલકની આ રીતે હત્યા થતા જૈન સમાજ સહિત સમગ્ર ભુજ શહેરમાંઅરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, ફેંકી દેવાયેલું DVR રિકવર કરવા અનેહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે