TMC અને સમાજવાદી પાર્ટીએ આપ્યું સમર્થન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહમાં રાજકીય તાપમાન ઘણું ઊંચુ રહ્યું હતું. હવે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડને દૂર કરવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. ચેરમેન જગદીપ ધનખડની સામે વિપક્ષી ગઠબંધન એકજૂટ થઈ ગયું છે. જેમાં સમાજવાદી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસે પણ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં હોવાનું જણાવવામાં આવી રહ્યાં છે.
થોડા દિવસો પહેલાં ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહેતી પાર્ટી TMC અને સ.પાના સાંસદોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં ચેરમેનની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને તેના પર ૭૦ સભ્યોએ સહી પણ કરી દીધી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે હોબાળા દરમિયાન ચેરમેન જગદીપ ધનખડના વલણને જોતા કોંગ્રેસે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. જૉર્જ સોરોસ સાથે જોડાયેલા મુદ્દા પર જે પ્રકારે રાજ્યસભામાં હોબાળો થયો, તેને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના સભ્ય ચેરમેન જગદીપ ધનખડથી નારાજ જણાવવામાં આવી રહ્યા છે.
ગૃહમાં હોબાળા દરમિયાન પણ દિગ્વિજય સિંહથી લઈને રાજીવ શુક્લા સુધી, કોંગ્રેસ સાંસદોએ ચેરમેન પર પક્ષપાતનો આરોપ લગાવતા સવાલ કર્યો કે, કયા નિયમ હેઠળ તેઓએ ચર્ચા ચાલૂ કરી છે. વિપક્ષી સભ્યોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો કે, ચેરમેન ભાજપ સભ્યોના નામ લઈ-લઈને તેમને બોલવા માટે કહી રહ્યા છે. નોંધનીય છે કે, રાજ્યસભાના ચેરમેનને દૂર કરવા માટે પ્રસ્તાવમાં ૫૦ સભ્યોની સહી હોવી જરૂરી છે. ચેરમેન ધનખડની સામે પ્રસ્તાવ પર ૭૦ સભ્યોએ સહી કરી દીધી છે. વિપક્ષની તરફથી ચેરમેનને દૂર કરવા માટે પ્રસ્તાવ લાવવાની ચર્ચા સંસદના ગત ચોમાસું સત્ર દરમિયાન પણ થઈ હતી.
રાજ્યસભાના ચેરમેનને પોતાના પદથી દૂર કરવા માટે ઓછામાં ઓછા ૫૦ સભ્યોની સહી સાથે પ્રસ્તાવ સચિવાલયને મોકલવાનો હોય છે. ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાં આપવામાં આવેલી આ નોટિસ બાદ રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતીના આધારે પ્રસ્તાવ પસાર થયા બાદ લોકસભામાં મોકલવાનો હોય છે. રાજ્ય સભાના ચેરમેન દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે, જે બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. એવામાં તેમને પદથી દૂર કરવા માટે જરૂરી પ્રસ્તાવ લોકસભામાંથી પણ બહુમતીથી પાસ કરવાનો હોય છે. જણાવી દઈએ કે, સંસદનું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે.
સદનમાં હોબાળા દરમ્યાન પણ દિગ્વિજય સિંહથી લઈને રાજીવ શુક્લા સુધી, કોંગ્રેસ સાંસદોએ સભાપતિ પર પક્ષપાતનો આરોપ લગાવતા સવાલ કર્યો કે કયા નિયમ અંતર્ગત તેમને ચર્ચા ચાલૂ કરી છે. વિપક્ષી સભ્યોએ આ વાત પર પણ વાંધો ઉઠાવ્યો કે, સભાપતિ ભાજપના સભ્યોના નામ લઈ લઈને તેમને બોલવા માટે કહી રહ્યા છે.