Last Updated on by Sampurna Samachar
નશીલા પદાર્થો વેચતા વેપારીઓ સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી
પોલીસે દરોડા પાડીને ૩૦ વર્ષીય દુકાનદાર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરીછે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં સગીર વયના બાળકોને તમાકુ અને સિગારેટ જેવા નશીલા પદાર્થો વેચતાવેપારીઓ સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. શહેરની વી.એસ. હોસ્પિટલની સામે આવેલી એકપાન–તમાકુની દુકાન પર પોલીસે દરોડા પાડીને ૩૦ વર્ષીય દુકાનદાર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનોનોંધી તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સગીરોને તમાકુના ઉત્પાદનો વેચતા ગેરકાયદે વેપારને ડામવા માટે એલિસબ્રિજપોલીસની ટીમે એક વ્યૂહરચના બનાવી હતી. પોલીસે એક ૧૬ વર્ષના સગીર કિશોરને તૈયાર કર્યો અને તેને ૫૦રૂપિયાની નોટ આપીને વી.એસ. હોસ્પિટલ સામેની દુકાને સિગારેટ ખરીદવા મોકલ્યો હતો.
જીતેન્દ્રને રંગેહાથ ઝડપી લીધો
સગીરે સિગારેટનું પેકેટ માંગતા જ ૩૦ વર્ષીય દુકાનદારએ તેની ઉંમરની ચકાસણી કર્યા વિના કે કોઈ પણ ખચકાટ વગર સિગારેટ વેચી દીધી હતી. સિગારેટ આપતા જ નજીકમાં છુપાઈને ઉભેલી પોલીસની ટીમે ત્રાટકીને જીતેન્દ્રને રંગેહાથ ઝડપી લીધો હતો.
પોલીસે સગીરને વેચવામાં આવેલી સિગારેટ અને રોકડ રકમ પુરાવા તરીકે જપ્ત કરી છે. આરોપી જીતેન્દ્રપ્રજાપતિ વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ, ૨૦૧૫ની વિવિધ કલમોહેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદો સગીરોને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો વેચવા પર સખતપ્રતિબંધ મૂકે છે.
તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘કાયદા હેઠળ સગીરોને તમાકુના ઉત્પાદનો વેચવા પરસ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, આરોપીએ કોઈપણ ચકાસણી વિના નશીલા પદાર્થનું વેચાણ કર્યું હતું.
આ એક ગંભીર સજાપાત્ર ગુનો છે અને આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.‘ઉલ્લેખનીય છેકે, શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની આસપાસ સગીરોને નશાના રવાડે ચઢાવતાઅન્ય વેપારીઓમાં પણ આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે