Last Updated on by Sampurna Samachar
દીકરીના એક ર્નિણયથી હચમચી ગયા પિતા, જીવિત પુત્રીનો છપાવી દીધો શોક સંદેશ
આકાંક્ષાએ પરિવારની ઈચ્છા વિરુદ્ધ અન્ય સમાજના યુવક સાથે સંબંધ બાંધી લીધો : તે યુવક સાથે જવાનો ર્નિણય કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના અમાલ્દા ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ પોતાની જીવિત દીકરીનો શોક સંદેશ છપાવી દીધો છે. આ શોક સંદેશમાં દીકરીના મૃત્યુની તારીખ ૨૦ માર્ચ ૨૦૨૬ દર્શાવી છે અને ૨૨ માર્ચે સ્મૃતિ બેઠક. પિતાના આ કઠોર ર્નિણયની ચર્ચા ચારેતરફ થઈ રહી છે.

જાણકારી અનુસાર દીકરી આકાંશા કાનાવતે કોઈ બીજા સમાજ સાથે સંબંધ બાંધી લીધો, ત્યારબાદ પોલીસ યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન લાવી હતી. જ્યાં પરિવારજનોએ પુત્રીને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દીકરીએ યુવક સાથે જવાની વાત કરી હતી. પુત્રીની આ વાતથી નારાજ પિતાએ તેનો શોક સંદેશ છપાવી દીધો.
નિરાશ થયેલા પિતાએ આ કઠોર ર્નિણય લેવો પડ્યો
દીકરીના સમાજ વિરોધી ર્નિણયથી તૂટી ચુકેલા પિતા દેવેન્દ્ર સિંહ કાનાવતે પોતાની જીવિત પુત્રી આકાંક્ષાને મૃત માની તેનો શોક સંદેશ છપાવી દીધો છે. ક્ષેત્રમાં તે ચર્ચાનો વિષય છે કે એક સ્વાભિમાની પિતાએ સમાજને ખાતર પોતાના સંતાન તરફથી મોહ ભંગ કરી લીધો.
દેવેન્દ્ર સિંહ કાનાવતે પોતાની પુત્રી આકાંક્ષાને મોટા સપનાઓ સાથે ઉચ્ચ અભ્યાસ માટે જયપુર મોકલી હતી. પિતાને આશા હતી કે દીકરી અભ્યાસ કરી પોતાના કુળનું નામ રોશન કરશે. પરંતુ આકાંક્ષાએ પરિવારની ઈચ્છા વિરુદ્ધ અન્ય સમાજના યુવક સાથે સંબંધ બાંધી લીધો.
પોલીસ દ્વારા શોધી કાઢ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પિતાએ પોતાની લાડલીને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ઘરે પરત ફરવા અનેક વિનંતી કરી. પરંતુ આકાંક્ષાએ તે યુવક સાથે જવાનો ર્નિણય કર્યો. પુત્રીના આ ર્નિણયથી નિરાશ થયેલા પિતાએ આ કઠોર ર્નિણય લેવો પડ્યો છે.
દીકરીની વલણથી નારાજ થયેલા પિતાએ તેનો હંમેશા માટે ત્યાગ કર્યો છે. છપાવેલા શોક સંદેશમાં આકાંક્ષાના ફોટોની સાથે ૨૦ માર્ચ ૨૦૨૬ના તેનો સ્વર્ગવાસ દર્શાવવામાં આવ્યો છે. તેમાં ૨૨ માર્ચે સ્મૃતિ સભા અને ૩૧ માર્ચે બ્રહ્મભોજનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કાર્ડની નીચે શોકગ્રસ્ત પિતા દેવેન્દ્ર સિંહ બ્લોક કોંગ્રેસ જહાજપુર સહિત પરિવારના નામ પણ લખાવ્યા છે.
પિતાનું આ પગલું તે સંતાનો માટે સંદેશ માનવામાં આવી રહ્યું છે જે માતા-પિતાના ત્યાગ અને સામાજિક મર્યાદાને છોડી પોતાનો માર્ગ પસંદ કરે છે. શક્કરગઢના પોલીસ અધિકારી પૂરણમલ મીણાએ જણાવ્યું કે યુવતી વયસ્ક છે.પરિવારે સમજાવવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ યુવતી માની નહીં અને તેણે યુવક સાથે જવાની માંગ કરી. યુવતી તરફથી પોલીસ સુરક્ષા પણ માંગવામાં આવી છે.