Last Updated on by Sampurna Samachar
કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા ફિલ્ડ ઓફિસરનું અપહરણ
ફરીયાદી નવરંગપુરા ખાતે આવેલ એમ આઇ એફ એમ કોર્પોરેશનમાં ફીલ્ડ ઓફિસર તરીકે કામ કરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વાડજ વિસ્તારમાં કર્મચારીઓેને પગારના ચુકવવાનુ ફીલ્ડ ઓફિસરને ભારે પડ્યું છે. વારંવાર પગારની માંગણી કરવા છતાં પગાર ના આપતા કર્મચારીઓએ ફિલ્ડ ઓફિસરનું અપહરણ કરીને માર માર્યો. એટલું જ નહીં માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો. અંતે મામલો પોલીસ સ્ટેશન પહોચતા પોલીસે ફરીયાદ નોંધીને બે સગીર સહીત સાત લોકોને ઝડપી લીધા છે.

તમામ આરોપીઓની વાડજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળીને તેમની જ કંપનીના ફિલ્ડ ઓફિસરનું અપહરણ કર્યું અને માર માર્યો છે. પગારના બાકી લેણાની વારંવાર ઉઘરાણી કરવા છતાં ફરીયાદી યુવકએ પગાર ચુકવ્યો ના હતો. જેથી અંતે કંટાળીને આરોપીઓએ તેને મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં તેને માર મારીને ક્રેટા ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં અન્ય જગ્યાએ લઇ જઇને બીજા મિત્રોને બોલાવી માર માર્યો હતો.
બે સગીર સહીત સાત આરોપીઓને ઝડપી લીધા
જે અંગેની જાણ ફરીયાદીએ પોલીસને કરતા પોલીસએ ફરીયાદ નોંધી હતી. ફરીયાદી નવરંગપુરા ખાતે આવેલ એમ આઇ એફ એમ કોર્પોરેશનમાં ફીલ્ડ ઓફિસર તરીકે કામ કરતો હતો.જે કંપનીનું કામ હાઉસ કિપીંગ મેન પાવરનું હતું.
જેણે પકડાયેલ આરોપી માંથી પીન્ટુ મકવાણા અને હર્ષ મોભને સાતેક મહીના પહેલા નોકરીએ રખાવ્યા હતાં.જ્યારે નયન પણ તેમની સાથે ફીલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. ૨૪મી માર્ચના દિવસે સાંજના સાડા છ વાગ્યાની આસપાસ ફરીયાદી નોકરીથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે વિશાલએ તેને ફોન કરીને ભીમજીપુરામાં આવેલ સંજીવની હોસ્પિટલ નજીક બોલાવ્યો હતો.
જ્યાંથી નયન અને વિશાલએ તેને માર મારીને ક્રેટા ગાડીમાં બેસાડી ચાંદલોડીયા રેલ્વે સ્ટેશન નજીક આવેલ ખુલ્લી જગ્યામાં લઇ ગયા હતાં. અને અન્ય આરોપીઓ સાથે મળી તેને માર માર્યો હતો.સમગ્ર ઘટનાની જાણ ફરીયાદીએ પોલીસને કરતા વાડજ પોલીસએ અપહરણ, રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બે સગીર સહીત સાત આરોપીઓને ઝડપી લીધા છે.