Last Updated on by Sampurna Samachar
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપના નેતા ઇસુદાન ગઢવીનુ મોટુ નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા આપ તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો આપ દ્વારા દાવો કરાયો છે. જેમાં ગઠબંધનને લઈ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, કોંગ્રેસ સાથે લોકસભામાં આપ એ ગઠબંધન અને ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. આપ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું ભાજપના સાશનથી મુક્તિ અપાવવા માટે આપ ગઠબંધન કરવા તૈયાર હોવાનું ઈસુદાને કહ્યું હતુ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા આમ આદમી પાર્ટી તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો આપના નેતા દ્વારા દાવો કરાયો છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, ભાજપના શાસનથી મુક્તિ અપાવવા માટે આપ ગઠબંધન કરવા તૈયાર છે. ગુજરાતની પ્રજાને મેસેજ આપવા માંગે છે કે અમે વિરોધી મત તોડવા માટે નથી. જો ગઠબંધન ના થાય તો આપ તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે. કોંગ્રેસ-આપ સાથે ચૂંટણી લડે તો સરસ પરિણામો આવી શકે છે. આપ -કોંગ્રેસ અલગ અલગ લડે તો ભાજપના મત એક રહે અને ચૂંટણી જીતી જાય.
તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના અન્ય પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નહિવત હોવાનું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતુ. ગઠબંધન અંગે શક્તિસિંહે કહ્યું કે, કોઈપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ નથી આવ્યો. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું. રાજ્ય સ્તરે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા નહીં. ચૂંટણી અંગે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચા કરીશું.