મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો

રૂવેન અઝારે અમેરિકાઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ વિરામ વાર્તામાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનની ભૂમિકા પરશંકા વ્યક્ત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મધ્ય પૂર્વમાં અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ પણ વિસ્તારમાં તણાવ યથાવત છે. બંને પક્ષો તરફથી હુમલાથવાનો આરોપ લગાવવામાં આવતા હવે યુદ્ધવિરામ ભંગ થશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઈરાને અમેરિકા પરયુદ્ધવિરામ કરારની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેનું કહેવું છે કે અમેરિકા સાથેયુદ્ધવિરામ અને વાતચીત ખોટી છે. દરમિયાન યુદ્ધને ખતમ કરવાને લઈને પાકિસ્તાનમાં બંને પક્ષો વચ્ચેવાતચીત થવાની છે.

 પરંતુ ઈઝરાયલને પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને શંકા છે.ભારતમાં ઈઝરાયેલના રાજદૂત, રૂવેન અઝારે અમેરિકાઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ વિરામ વાર્તામાં મધ્યસ્થતરીકે પાકિસ્તાનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. અઝારે ખાનગી સમાચાર એજન્સીને કહ્યું, અમેપાકિસ્તાનને એક વિશ્વસનીય ખેલાડી તરીકે જોતા નથી.

પાકિસ્તાન જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

તેમનું માનવું છે કે પાકિસ્તાનને સામેલ કરવા પાછળવોશિંગ્ટનના પોતાના કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું, અમેરિકાએ પોતાના કારણોસર પાકિસ્તાનનીમધ્યસ્થતાનો ઉપયોગ કરવાનો ર્નિણય કર્યો છે.

મધ્યસ્થતાને લઈને પહેલાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ઈઝરાયલી દૂત અઝારે કહ્યું કે, અમેરિકાએ પહેલા પણકરાર કરાવવા માટે કતાર અને તુર્કી જેવા સમસ્યારૂપ દેશો સાથે કામ કર્યું છે, જેમાં હમાસ જેવા સંગઠન સાથેથયેલા કરારો પણ સામેલ છે. તેમણે કહ્યું, તે અમારા માટે ખૂબ જરૂરી છે કે અમે અમેરિકા સાથે તાલમેલબેસાડીને ચાલીએ, ખાસ કરીને જ્યારે વાત તે પરિણામોના મૂળ તત્વો અને સારની હોય, જે અમે જોવા માંગીએ છીએ.

ભારતનો ઉલ્લેખ કરતા અઝારે કહ્યું, મને વાતથી પ્રોત્સાહન મળ્યું છે કે ભારત સરકારે નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે માંગ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વગર થવી. મનેલાગે છે કે એકદમ યોગ્ય વલણ છે, અને ભારત સહિત કોઈપણ દેશ, ઈરાન સરકારની અતાર્કિક માંગસામે ઝૂકવાના નથી કે હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાદવામાં આવે.

અઝારની ટિપ્પણી અમેરિકા અને ઈરાનવચ્ચે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ આવી છે. સહમતિ હેઠળ, અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખજેડી વેન્સ અઠવાડિયાના અંતમાં એક લાંબા ગાળાની સમજૂતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી મધ્યસ્થતાવાર્તા માટે પાકિસ્તાન જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

યુદ્ધવિરામ પર વાત કરતા અઝારે કહ્યું કે ઈઝરાયલને આશા છે કે વાતચીતના પરિણામ સ્વરૂપ અસ્તિત્વના જોખમો જેવા કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને તેની બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન ક્ષમતાનોખાતમો થઈ જશે. તેમનું કહેવું છે કે ઈઝરાયલનો ટાર્ગેટ ઈરાની શાસનને નબળું પાડીને ઈરાની લોકોને પોતાના ભવિષ્યને સુધારવાની તક આપવી હતો, અને તેમણે ભારપૂર્વક કહ્યું કે અમે તે પ્રાપ્ત કરી લીધું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.